ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે તા.૧૩ મી જાન્યુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે
Publish Date : 13/01/2026
ચાંગા ખાતે ચારૂસેટ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગૃહમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે
કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
આણંદ, સોમવાર: આણંદ જિલ્લામાં આજે તા.૧૩ મી જાન્યુઆરી, મંગળવારના રોજ પેટલાદ તાલુકાના ચાંગા ખાતે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ)ના પદવીદાન સમારોહ કાર્યક્રમમાં દેશના ગૃહ તથા સહકારમંત્રીશ્રી અમિત શાહ પધારનાર છે. જેને ધ્યાને લઇ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી આણંદના સભાખંડમાં બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ ચાંગા ખાતેના કાર્યક્રમ દરમિયાન પ્રોટોકોલ મુજબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા આયોજન તેમજ પદવીદાન સમારોહમાં બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની જરૂરિયાતો માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા, સાફ-સફાઇ સહિત કાર્યક્રમ સ્થળની આસપાસ વાહનવ્યવહારના નિયમન અને પાર્કિંગની સુવિધા તથા રૂટ સબંધિત જરૂરી વ્યવસ્થાઓના સુચારૂ અમલીકરણ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નાયબ વન સંરક્ષકશ્રી, નિવાસી અધિક કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે તા.૧૩ મી જાન્યુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે

ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે તા.૧૩ મી જાન્યુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે

ગૃહમંત્રીશ્રી અમિત શાહ આજે તા.૧૩ મી જાન્યુઆરીના રોજ આણંદ જિલ્લાની મુલાકાતે