Close

ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે બોરસદના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

Publish Date : 29/06/2026

આણંદ, ગુરૂવાર, ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દહેવાણ ખાતે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર(આયુષ્માન આરોગ્ય મંદિર) નું ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.         

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર ગામડાંઓ સુધી શ્રેષ્ઠ અને સસ્તી સ્વાસ્થ્ય સુવિધાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ સુવિધા સજ્જ કેન્દ્ર શરૂ થવાથી દહેવાણ ગામ અને આસપાસના ગ્રામીણ વિસ્તારના હજારો નાગરિકોને હવે ઘરઆંગણે જ પ્રાથમિક તબીબી સારવાર મળી રહેશે.

મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આયુષ્માન કાર્ડ’ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા ૧૦ લાખ સુધીની વિનામૂલ્યે સારવારની જે સુવિધા આપી છે તેના માધ્યમથી નાની બીમારીથી લઈને મેજર ઓપરેશન સુધીની સારવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ખાનગી હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે.

નવીન ભવનની તકતીનું અનાવરણ કર્યા બાદ મંત્રીશ્રીએ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.દહેવાણ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની નોંધણી અને સુવિધા માટે કેસબારી, દવાબારી, પ્રતીક્ષા કક્ષ, મેડિકલ ઓફિસર રૂમ, આયુષ રૂમ, ડ્રેસીંગ રૂમની સાથે તાત્કાલિક સારવાર માટે માઇનોર ઓટી, માતાઓ અને નવજાત શિશુઓની વિશેષ સંભાળ માટે લેબર રૂમ તેમજ લેબોરેટરી અને સ્ટોર રૂમની સગવડ ઉપલબ્ધ કરાવાઈ છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયૂરીબેન પટેલ, પ્રાંત અધિકારીશ્રી અમિત પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પિયુષ પટેલ, બોરસદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, ગામના સરપંચશ્રી, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.