Close

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે

Publish Date : 12/08/2026

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લાના સામરખા ગામે રાત્રિસભા યોજાઈ

રાજ્યપાલશ્રીએ ગ્રામજનોને વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરી આગામી પેઢી માટે જમીન, પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુરક્ષિત કરવા અનુરોધ કર્યો

આણંદ, આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધારેલા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સામરખા ગામ ખાતે ગ્રામજનો સાથે રાત્રિસભા યોજીને સંવાદ સાધ્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આવનારી પેઢીને સમૃદ્ધ અને રોગમુક્ત ભવિષ્ય આપવા માટે રસાયણમુક્ત, પ્રાકૃતિક ખેતી સમયની માંગ છે. તેમણે શુદ્ધ જમીન, પાણી, પર્યાવરણ અને જન-આરોગ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.

આ તકે રાજ્યપાલશ્રીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું કે દેશી ગાયનું છાણ અને ગૌમૂત્ર એ જમીનની ફળદ્રુપતા વધારવા માટે અત્યંત ગુણકારી છે. દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિથી ખેતીનો ખર્ચ ઘટે છે અને જમીનમાં જીવાણુઓનું પ્રમાણ વધતાં ગુણવત્તાસભર ઉત્પાદન પ્રાપ્ત થાય છે. દેશી ગાયના સંવર્ધન અને તેનાથી થતા વિવિધ અગણિત લાભો વિશે વિસ્તૃત વાત કરતા તેમણે ઉપસ્થિત ગ્રામજનોને ઝીરો બજેટ પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

બાળકોના ઘડતર અને શિક્ષણ અંગે વાત કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌ બાળકોને સમાન શિક્ષણ અને આગળ વધવાની પૂરતી તકો આપવી જોઈએ. વાલીઓએ બાળકોની ટેવો પર સતત નજર રાખવી જોઈએ અને તેમના મિત્ર બનીને તેમને સાચું-ખોટું તથા નૈતિક મૂલ્યો શીખવવા જોઈએ. બાળપણથી મેળવેલા સારા સંસ્કારો અને યોગ્ય માર્ગદર્શનથી જ શ્રેષ્ઠ અને સક્ષમ નાગરિકનું નિર્માણ શક્ય બને છે.

રાજ્યપાલશ્રીએ સામાજિક સમરસતા અને જનકલ્યાણ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, સમાજમાં જ્ઞાતિ કે અન્ય કોઈ પણ જાતના ભેદભાવ ભૂલીને માત્ર પરસ્પર પ્રેમ, સંપ અને સ્નેહથી રહેવું જોઈએ. દરેક વ્યક્તિએ એકબીજાના સુખ-દુઃખમાં સહભાગી થવું જોઈએ. તેમજ દરેક જીવ અને પ્રાણી માત્ર પ્રત્યે આદર અને સન્માનની ભાવના રાખવી જરૂરી છે.

આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં પડતી મુશ્કેલીઓ અને અવરોધો અંગે પણ તેમણે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં તેમણે ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃત બની તેનો મહત્તમ લાભ મેળવવા અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી આ યોજનાઓના લાભો પહોંચાડી સૌના સર્વાંગી વિકાસ માટે પ્રયાસરત રહેવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન આણંદના જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહૂતીએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કરીને રાજ્યપાલશ્રીના આગમન પૂર્વે આજરોજ યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી નાગરિકોને મળેલી વિવિધ સરકારી વિભાગોની સેવાઓ અંગે જાણકારી આપી હતી.

આ રાત્રિસભામાં અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સામરખા ગામના ગ્રામજનો, ખેડૂતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.