ગુજરાતના અન્ન, પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૬૩ લાખના ખર્ચે બે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત

Publish Date : 21/10/2026
ગુજરાતના અન્ન, પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદ હસ્તે બોરસદ તાલુકામાં રૂ. ૬૩ લાખના ખર્ચે બે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત

આણંદ, સોમવાર , આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે રૂ. ૬૩ લાખના અંદાજિત ખર્ચે નિર્માણ પામનાર બે મહત્વના માર્ગોનું ગુજરાતના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) અંતર્ગત બોરસદ તાલુકામાં હાથ ધરવામાં આવેલા આ વિકાસ કાર્યોમાં અલારસા ખાતે ‘અલારસા દહેવાણવગો રોડ’ પર કાચી નળીમાંથી રૂપીયા ૩૧.૦૦ લાખના ખર્ચે પાકો રસ્તો બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત, બોરસદ તાલુકાના કસુંબાડ ખાતે ‘કસુંબાડ ખાડિયા વિસ્તાર રોડ’ પર MMGSY યોજના હેઠળ રૂપીયા ૩૨.૦૦ લાખના ખર્ચે કાચી નળીમાંથી પાકો રસ્તો બનાવવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બોરસદ તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં ગુણવત્તાસભર પાકા રસ્તાઓનું નિર્માણ થવાથી સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકોની વાહન વ્યવહારની સુવિધામાં મોટો વધારો થશે. ગ્રામીણ ક્ષેત્રોમાં પાકા રસ્તાઓ ઉપલબ્ધ કરાવીને છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચાડવાના પ્રજાભિમુખ અભિગમ સાથે આ બંને પ્રકલ્પો હાથ ધરાયા છે.

આ ખાતમુહૂર્ત સમારંભમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ, જિલ્લા અને તાલુકા વહિવટી તંત્રના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.