Close

ગણેશ મહોત્સવ-૨૦૨૬

Publish Date : 24/09/2026

તા. 25 સપ્ટેમ્બર ના રોજ યોજાનાર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન માટે 05 ફૂટ સુધીની પ્રતિમાઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી શકાશે; પર્યાવરણ રક્ષણ અર્થે મહાનગરપાલિકાની નાગરિકોને ખાસ અપીલ

મહાનગરપાલિકા દ્વારા કરમસદ ખાતે ૦૫ ફૂટ સુધીની શ્રીજીની પ્રતિમાઓ માટે કૃત્રિમ તળાવની સુવિધા ઊભી કરાઈ

​આણંદ, બુધવાર, ગણેશ મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત શ્રી તારીખ 25 સપ્ટેમ્બર શુક્રવારના રોજ યોજાનાર ગણેશજીની પ્રતિમાઓનું પર્યાવરણને અનુકૂળ અને સુવ્યવસ્થિત રીતે વિસર્જન થઈ શકે તે હેતુથી કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

મહાનગરપાલિકા દ્વારા કરમસદ શહેર ખાતે આવેલા વિવાહ પાર્ટી પ્લોટની બાજુમાં, પાલિકા હસ્તકના પ્લોટમાં એક વિશાળ કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે.

આગામી તા. ૨૫/૦૯/૨૦૨૬, શુક્રવારના રોજ નાગરિકો તથા ગણેશ મહોત્સવના આયોજકો 05 ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી શ્રી ગણેશજીની પ્રતિમાઓનું આ કૃત્રિમ તળાવમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી શકશે.

પર્યાવરણ અને જળસ્ત્રોતોની જાળવણી કરવા માટે ૧૨ ફીટ ઊંડું, ૬૦ ફીટ લાંબુ અને ૮૦ ફીટ પહોળું સુસજ્જ કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તમામ નાગરિકો અને ગણેશ ઉત્સવ સમિતિઓને નમ્ર અપીલ કરવામાં આવે છે કે, પર્યાવરણ તથા સ્થાનિક કુદરતી જળસ્ત્રોતોના સંરક્ષણને ધ્યાનમાં રાખી નદી, તળાવ કે અન્ય કુદરતી જળાશયોમાં પ્રતિમાઓનું વિસર્જન ન કરતા મહાનગરપાલિકા દ્વારા ઊભી કરવામાં આવેલી કૃત્રિમ તળાવની વ્યવસ્થાનો જ ઉપયોગ કરી પર્યાવરણની જાળવણીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત, વિસર્જન સ્થળે શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર ફરજ પરના અધિકારીઓ તેમજ કર્મચારીઓની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી પૂરતો સહકાર આપવા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે.

ગણેશ મહોત્સવ-૨૦૨૬

ગણેશ મહોત્સવ-૨૦૨૬

ગણેશ મહોત્સવ-૨૦૨૬

ગણેશ મહોત્સવ-૨૦૨૬

ગણેશ મહોત્સવ-૨૦૨૬

ગણેશ મહોત્સવ-૨૦૨૬

ગણેશ મહોત્સવ-૨૦૨૬