ખંભાતના છેવાડાના ગામ દેહડામાં 1962 ની સેવા પહોંચી
Publish Date : 23/12/2025
07 ફરતા પશુ દવાખાના દ્વારા કુલ 1,49,744 પશુઓની સારવાર કરી
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં છેલ્લા 6 વર્ષથી રાજ્ય પશુપાલન વિભાગ અને GVK EMRI ના સંકલનથી કુલ 07 ફરતા પશુ દવાખાનાઓ (MVD) કાર્યરત છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્̤ય અનામત ગામોમાં સિડ્યુલ તેમજ ઇમરજન્સી કેસોમાં માલિકીના પશુઓને નિઃશુલ્ક સારવાર પહોંચાડવાનો છે.
આ તમામ MVD મળીને આજદિન સુધી આણંદ જિલ્લામાં કુલ 1,49,744 પશુઓની સારવાર કરી છે, જેમાંથી 11,389 ઇમરજન્સી અને 1,38,355 સિડ્યુલ કેસનો સમાવેશ થાય છે.
તા. 20-12-2025ના રોજ સવારે 8:30 વાગ્યે, ખંભાત તાલુકાના જીણજ નું ફરતા પશુ દવાખાનાને પોતાના સિડ્યુલ ગામ મા જવા માટે રવાના થતું હતું. અને તેજ સમયે આશરે 8:15 વાગ્યાં ની આસપાસ મા એક પશુપાલકનો ઇમરજન્સી કોલ પ્રાપ્ત થયો. પશુપાલક દેહડા ગામનો રહેવાસી હતા અને તેઓ 12 જેટલી બકરી રાખતા હતા. પરંતુ કોઈ અગમ્ય કારણોસર બે બકરી ની અંદરોઅંદર લડાઈ ના કારણે એક બકરી નો પગ ભાંગી ગયો હોય તેવું લાગ્યું, અને ઘાયલ પણ માલુમ પડતું હતું. પશુપાલકે તરત જ 1962 મા સેવા માટે કોલ કર્યો હતો.
કોલ મળતા જ MVD જીણજ ના વેટરનરી ડૉ. કિશન પટેલ અને પાયલોટ મેહુલભાઈ બારૈયા તરત જ સ્થળ પર પહોંચી ગયા.
ડૉ. કિશન પટેલનો અનુભવ, સૂચકતા અને ઝડપી નિર્ણયને કારણે બકરી ના ઘાયલ થયેલા પગ નો ઘટના સ્થળ પર જ POP લગાવી અને બકરી ને જરૂરી—એન્ટિબાયોટિક તથા પેઇનકિલર ઇન્જેક્શન આપી તાત્કાલિક રાહત અપાઈ હતી.
તેમના પશુનો જીવ બચતા જોવા મળતા પશુપાલક ની ખુશીને કારણે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા અને ઝડપથી તાત્કાલિક સેવા આપવા બદલ ટીમ પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી.

ખંભાતના છેવાડાના ગામ દેહડામાં 1962 ની સેવા પહોંચી