કેળ ટિસ્યુ યોજનામાં લાભાર્થી ખેડૂતો i- khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી જોઈ શકશે
Publish Date : 28/10/2025
તા.૧૫ સપ્ટેમ્બર પહેલા કેળ ટિસ્યુ યોજનાની સહાય ચૂકવાશે
આણંદ, મંગળવાર: કેળ ટિસ્યુ યોજનામાં ઓનલાઈન સબમીટ કરેલ પાત્રતા ધરાવતી તમામ અરજીઓને નાયબ બાગાયત નિયામકશ્રી,આણંદ દ્વારા પૂર્વ મંજૂરી આપેલ છે જે અનુસંધાને જિલ્લાના ખેડૂતોએ આઇ- ખેડુત લોગીન આઈડી પર આઓ લાઇન જોઈ શકાશે.આ ઉપરાંત કેળ ટિસ્યુનું વાવેતર થઈ ગયેલો હોય અને કેળ ટિસ્યુની યોજનામાં પૂર્વ મંજૂરી મળેલ હોઈ અને તેવા તમામ ખેડૂતોને ડીબીટી માન્ય લેબમાંથી ખરીદ કરેલ ટિશ્યૂ રોપાનું બિલ, ખાતર/જંતુનાશક દવાના અસલ બિલો સહિત તમામ સાધનિક કાગળો સત્વરે આઈ ખેડૂત પોર્ટલ પર અપલોડ કરવા નમ્ર અનુરોધ કરાયો છે.
આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે ચાલુ વર્ષે તારીખ ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ પહેલા માં સહાય ચુકવણીની કાર્યવાહી પૂર્ણ કરવાની હોય સમય મર્યાદામાં બિલો અપલોડ કરવા આગ્રહ પૂર્વક નમ્ર વિનંતી છે.
વધુમાં હાઇબ્રીડ શાકભાજી વાવેતર છુટા ફૂલો શાકભાજીની પ્રાકૃતિક કૃષિ અને પ્રોત્સાહન કાચા મંડપ અર્થ પાકા મંડપ પાકા મંડપ કૃષિ યાંત્રિકર્ણને પ્રોત્સાહન વગેરે યોજનાઓમાં વાવેતર ખરીદી કરી સત્વરે આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન સાધને કાગડો અપલોડ કરી તેમ સબમીટ કરવા ખેડૂતોને નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.