કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી
Publish Date : 07/01/2026
બાકી ફેરફાર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા આપી સૂચના
આણંદ, બુધવાર: જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ આજે પેટલાદ ખાતેની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ મેન્ટેનન્સ સર્વેયરની કામગીરીની ઓનલાઈન સોફ્ટવેર માં સ્વયં ચકાસણી કરી નિયમો અનુસાર કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત અરજદારોની અરજીઓનો ત્વરિત નિકાલ કરવા પણ સૂચના આપી હતી.
કલેકટર શ્રી એ કચેરીના આવક રજીસ્ટર, મેન્ટેનન્સ સર્વેયરની બરનીશી ની ચકાસણી કરી હતી અને બાકી ફેરફાર અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ કરવા જણાવ્યું હતું.
આ તકે કલેક્ટરશ્રીએ કચેરીની સ્વચ્છતા બાબતે પણ ચકાસણી કરી હતી અને કચેરી ખાતે આવતા અરજદારોને નિયમો અનુસાર યોગ્ય પ્રત્યુતર પાઠવવા અને અરજદારો દ્વારા કચેરી ખાતે આપવામાં આવતી અરજીઓનો સમય મર્યાદામાં હકારાત્મક નિકાલ થાય તે જોવા જણાવ્યું હતું.
આ સમયે પેટલાદના પ્રાંત અધિકારી શ્રી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી

કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ પેટલાદની સીટી સર્વે કચેરીની આકસ્મિક મુલાકાત લીધી