કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પરવાનગી વિના ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસ શીલ કરાયા
Publish Date : 16/03/2026
આણંદ, શુક્રવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા ના એસ્ટેટ વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર હોટલ એચ ની સામે આવેલ આવિષ્કાર કોમ્પલેક્ષમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં ચાલતા પ્રતિભા એકેડેમી ક્લાસીસ ખાતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. જે તપાસણી દરમિયાન આ ક્લાસીસ પાસે કોઈપણ પ્રકારની મહાનગરપાલિકાની મંજૂરી વગર ચલાવવામાં આવતા હોવાનું માલુમ પડતા તેમજ ફ્લેટમાં બિન પરવાનગીથી વાણિજ્ય હેતુની પ્રવૃત્તિઓ ચાલતી હોવાથી તાત્કાલિક અસરથી આ ક્લાસીસને સીલ કરવામાં આવ્યા છે.
વધુમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ન ધરવા માટે તાકીદ કરવામાં આવે છે.