કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને બાકી મિલકત વેરો તા.31 માર્ચ પહેલા ભરવા અનુરોધ
Publish Date : 05/03/2026
તારીખ 08 માર્ચ રવિવારના રોજ નગરજનો બાકી વેરો ભરી શકે તે માટે વેરા વિભાગ સવારે 11-00 થી બપોર બાદ 16-00 કલાક સુધી ખુલ્લુ રહેશે
આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ ખાતેની કચેરીઓ જાહેર રજા ના દિવસે વેરો સ્વીકારશે
આણંદ, ગુરુવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ માર્ચ મહિના દરમિયાન મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિસ્તાર ખાતે આવેલી મનપા ની કચેરીઓ રવિવાર સહિત જાહેર રજા ના દિવસે ખુલ્લી રાખીને નગરજનો બાકી વેરો ભરપાઈ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે જણાવ્યુ છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તમામ વિસ્તાર આણંદ, કરમસદ, વિદ્યાનગર, મોગરી, ગામડી, જીટોડીયા અને લાંભવેલ વિસ્તારોમાં મિલકતો ધરાવતા નગરજનો તા. 31 માર્ચ 2026 ના રોજ નાણાકીય વર્ષ પૂરું થતું હોય બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન દરેક રવિવાર સહિત જાહેર રજા ના દિવસોએ સવારે 11:00 થી બપોર બાદ 16-00 કલાક સુધી તમામ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે.
આગામી તા. 08 માર્ચ રવિવાર જાહેર રજાના દિવસે મહાનગરપાલિકા વિસ્તારની તમામ વેરા વિભાગની શાખા ખુલ્લી રહેશે, જેમાં નગરજનોને બાકી વેરો જમા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.