કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના હેઠળની સહાયનું કરાયું વિતરણ
Publish Date : 27/01/2026
80 જેટલા લાભાર્થીઓની મંજૂર કરવામાં આવી લોન
આણંદ, શુક્રવાર: પી. એમ. સ્વનિધિ યોજના હેઠળ દેશમાં ૧ લાખ લાભાર્થીઓને લોન વિતરણ અને ક્રેડિટ કાર્ડનો શુભારંભ કાર્યક્રમ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કેરળના તિરુવનંતપુરમ ખાતે યોજાયો હતો.
જેને સમાંતર કાર્યક્રમ કરમસદ આણંદ મહાનગરપાલિકાના એન યુ એલ એમ વિભાગ દ્વારા મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવ્યો હતો.
આણંદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી નિલાક્ષ મકવાણા, લીડ બેંક મેનેજર શ્રી જગદીશ પાટીલ અને યુનિયન બેન્કના પ્રતિનિધિ શ્રી સંદીપભાઈ દ્વારા લાભાર્થીઓને રૂપિયા ૧૫,૦૦૦/-, ૨૫,૦૦૦/- અને ૫૦,૦૦૦/- ની લોનના ચેક 15 લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત 80 જેટલા લાભાર્થીઓની લોન મંજૂર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મનપાના એકાઉન્ટન્ટ શ્રી અંકિતા બોહરા તેમજ NULM સ્ટાફ, બેંક ઓફ બરોડા, બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક ના પ્રતિનિધિ દ્વારા ક્રેડિટ કાર્ડ વિષે સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત ૧૦૦ ઉપરાંત ફેરિયાઓ દ્વારા લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.