Close

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક

Publish Date : 13/01/2026

કમિશનરશ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઈ

આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશનના વિકાસ માટે ખૂબ જ જરૂરી

– કમિશનર શ્રી મિલિંદ બાપના

ધારાસભ્યશ્રીના સૂચનને ગ્રાહ્ય રાખી મહાનગરપાલિકા વિસ્તારમાં

શ્રી સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા મૂકવામાં આવશે

આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજાઈ હતી. પ્રારંભમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલએ સાંસદ મિતેશભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલને મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં આવકાર્યા હતા.

આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપનાએ પરસ્પરનાં સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્ય શ્રી દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત પ્રતિસાદ આપવા અને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યુ હતું. કમિશનર શ્રી મિલિંદ બાપનાએ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્ય શ્રી ના સૂચનો પોઝિટિવ રીતે કોર્પોરેશન માટે સ્વીકાર્ય છે તેમ જણાવ્યું હતું.

આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે મહાનગરપાલિકા વિસ્તારમાં સરદાર પટેલ રાજ માર્ગ ઉપર કલાત્મક સર્કલ બનાવીને શ્રી સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા મુકવા સૂચન કર્યું હતું જેને આજની સંકલન બેઠકમાં ગ્રાહય રાખી કમિશનર શ્રી એ આ કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે અને સરદાર પટેલ રાજમાર્ગ ઉપર અંબા માતાના મંદિર સર્કલ પાસે સ્વામી વિવેકાનંદજીની પૂર્ણ કદની પ્રતિમા મૂકીને સ્થાપના કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આણંદ વિદ્યાનગર રોડ પર વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે કન્વેન્શન સેન્ટર બનાવવા, આણંદ શહેરમાં નાના મોટા તળાવો ભેગા કરી મીની કાકરીયા જેવું પ્રવાસન સ્થળ બનાવવા, ટાઉનહોલનું નવીનીકરણ અને આજુબાજુની ખાલી જગ્યા પર થીમ પાર્ક બનાવવા, વિદ્યાનગર ભાઈ કાકા સ્ટેચ્યુ પાસે ઓવરબ્રિજનું આયોજન કરવા, બાકરોલ ગેટ થી જોળ સુધીનો ફોર લેન રોડ બનાવવા, કરમસદમાં નવા રસ્તાઓ ઉપર સ્ટ્રીટ લાઈટ નાખવા, અટલચોક ઓવર બ્રિજનું કામ, જનતા ચોકડી થી મોગરી ગામ સુધી સ્ટ્રીટ લાઈટ નાખવા, લાંભવેલ રાવડાપુરા કરમસદ લિંક રોડના કામ અંગે, આણંદ સોજીત્રા રોડ પર સર્વિસ રોડ બનવા નડતર ડીપી દૂર કરવા, ગામડી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોંમ વોટર લાઈન નાખવા, મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન અને પંપીંગ સ્ટેશન નું કામ, બાકરોલ ખાતે આવેલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બોટિંગ સહિતની સુવિધા પૂરી પાડવા, વિવિધ વિસ્તારોમાં બ્લોક પેવિંગ નું કામ, બાકી રહેલ સોસાયટીઓમાં ગટરની સુવિધાઓ પૂરી પાડવા જેવા સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે. એન. પંચાલ, કાર્યપાલક ઇજનેર શ્રી હિતેશ ગઢવી, મામલતદાર ગ્રામ્ય, સીટી ઇજનેર જીગર પટેલ, સહિત ફોરેસ્ટ, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, જમીન માપણી, ફાયર વિભાગના અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક