કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા રસ્તા બંધ/ડાઈવર્ઝન માટે નગરજનોને જાણકારી
Publish Date : 08/09/2025
જય અંબે હિન્દુ હોટલ થી લોટિયા ભાગોળ ભાથીજી મંદિર તરફ જતાં અને દાંડી માર્ગને જોડતો રોડ તા.૧૧/૦૯/૨૦૨૫ થી તા.૧૦/૧૦/૨૦૨૫ સુધી સંપૂર્ણ પણે બંધ રહેશે
આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલના જણાવ્યા મુજબ આણંદ શહેરની જાહેર જનતાને જણાવાયુ છે કે, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટાવર બજાર અશોક સ્થંભ પાસે કપાસિયા બજાર જય અંબે હિન્દુ હોટલ થી લોટિયા ભાગોળ ભાથીજી મંદિર તરફ જતાં અને દાંડી માર્ગને જોડતો રોડને તોડી નવીન આર.સી.સી.રોડ નું આયોજન કરેલ હોઈ આર.સી.સી.રોડ બનાવવાની કામગીરી ઝડપ થી પૂર્ણ કરવાની હોય આ રસ્તો તા.૧૧/૦૯/૨૦૨૫ રાત્રે ૧૨:૦૦ કલાક થી તા.૧૦/૧૦/૨૦૨૫ રાત્રે ૧૨:૦૦ કલાક સુધી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે તથા જાહેર જનતાની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે રૂટ નં.૧ ટાવર બજાર થી અલ્કાપુરી સોસાયટી તરફ જતો અને મહારાણા પ્રતાપ સ્ટેચ્યું સર્કલ તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરી શકશે તથા રૂટ નં.ર ટાવર બજાર અશોક સ્થંભ થી મઠિયાં ચોરા થઈ ચબૂતરી થઈ માણિયાની ખાડ તરફ જવાનો રસ્તાનો ઉપયોગ કરવા તથા
આ કામગીરીમાં સહકાર આપવા માટે જાહેર જનતાને જણાવવામાં આવ્યુ છે.