કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોર આવતી ગાડીમાં આપવા જ અપીલ

Publish Date : 15/10/2026

મહાનગરપાલિકા દ્વારા નગરના રસ્તાઓ સાફ-સફાઈ થયા બાદ ગંદકી કરતા રહીશોને ચેતવણી

મહાનગર પાલિકા વિસ્તારમાં જે નગરજનો દ્વારા જાહેરમાં ગંદકી કરવામાં આવશે તેઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે

આણંદ, બુધવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે પોતાના ઘરનો નીકળતો કચરો દરરોજ ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા માટે આવતી ગાડીમાં આપવા માટે ખાસ જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના સફાઈ કર્મયોગીઓ દ્વારા નિયમિત મહાનગરપાલિકા વિસ્તારના તમામ રોડ રસ્તાઓની સાફ-સફાઈ કરવામાં આવે છે. આ સાફ-સફાઈ થયા બાદ ઘણા નગરજનો ત્યાં કચરો નાખી જતા હોય છે અને ગંદકી કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને આવા લોકોને ચેતવણી રૂપે નોટિસ પણ આપવામાં આવી છે, આમ છતાં કોઈપણ નગરજનો દ્વારા મહાનગરપાલિકા દ્વારા રસ્તા ઉપર કરવામાં આવતી સાફ-સફાઈ બાદ કચરો નાખવામાં આવશે કે ગંદકી કરવામાં આવશે તો આવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.

વધુમાં મહાનગરપાલિકા દ્વારા જાહેર રસ્તાઓ સાફ-સફાઈ થયા બાદ પાવડર નો છંટકાવ કરીને મહાનગરને સ્વચ્છ રાખવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.