કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરો ન ભરતા એક જ દિવસમાં 12 મિલકતો કરવામાં આવી સીલ
એક જ દિવસમાં રૂપિયા 8,39,725 નો બાકી વેરો વસૂલ કરાયો
મહાનગરપાલિકાને મિલકત ધારકો બાકી વેરો વહેલામાં વહેલી તકે જમા કરાવવા અનુરોધ
આણંદ, મંગળવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા બાકી વેરાની વસુલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત આજે કરમસદ વિસ્તારમાં બાકી વેરો રૂપિયા 4.13 લાખ ભરપાઈ ન કરનાર 12 દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે અને વહેલામાં વહેલી તકે બાકી વેરો ભરપાઈ કરવામાં આવે તેવી નોટિસ આપવામાં આવી છે.
આ ઉપરાંત મહાનગરપાલિકાની ટેક્સ રિકવરી ની ટીમ દ્વારા એક જ દિવસમાં ₹8,39,725 નો બાકી મિલકત વેરો વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જે મિલકતોનો વેરો ભરવાનો બાકી હોય તેમણે વહેલામાં વહેલી તકે મનપાક કચેરી ખાતે વેરો જમા કરાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન જે માલિકો પોતાની પ્રોપર્ટીનો બાકી વેરો ભરપાઈ નહીં કરે તેવી પ્રોપર્ટી તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યુ છે.