કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરના પોરા મળી આવતા 07 એકમો સામે કાર્યવાહી કરી રૂ.17,000 નો દંડ વસૂલ કરાયો

Publish Date : 09/10/2026
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરના પોરા મળી આવતા 07 એકમો સામે કાર્યવાહી કરી રૂ.17,000 નો દંડ વસૂલ કરાયો

આણંદ, ગુરૂવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા અને જાહેર આરોગ્યની સુખાકારી જાળવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ખાસ તપાસ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના ફેલાવાને અટકાવવાનો છે.

આ તપાસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૭ જેટલા એકમોમાં મચ્છરના પોરા મળી આવતા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી દ્વારા પાલિકાએ મચ્છરોના સંવર્ધનને રોકવા માટે બેદરકારી દાખવતા એકમો સામે સખત વલણ અપનાવ્યું છે. મેલેરિયા વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સર્વે અને તપાસની કામગીરી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન જ્યાં પાણીનો ભરાવો જોવા મળ્યો હતો અને મચ્છરોના પોરા જીવંત મળી આવ્યા હતા, તેવા ૦૭ એકમો પાસેથી નિયમોનુસાર વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. ૧૭,૦૦૦/- ના દંડની વસૂલાત કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્વારા આ તબક્કે શહેરના તમામ નાગરિકો, વેપારીઓ અને સંસ્થાઓને જાહેર અપીલ કરવામાં આવી છે કે નાગરિકોએ પોતાની આસપાસના પરિસરમાં ક્યાંય પણ બિનજરૂરી પાણીનો ભરાવો ન થાય તેની સતત કાળજી લેવી જોઈએ. ખાસ કરીને ચોમાસા બાદ અથવા સામાન્ય સંજોગોમાં પણ ખુલ્લા પાત્રો, કુંડા કે ટાયરોમાં જમા થતું પાણી મચ્છરોના સંવર્ધન માટે અનુકૂળ પરિસ્થિતિ પૂરી પાડે છે તેથી આવી બેદરકારી ટાળવી અનિવાર્ય છે.