કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના પાલન અર્થે ખાણીપીણીના એકમો ખાતે આકસ્મિક ચકાસણી હાથ ધરાઈ
સ્વચ્છતાના નિયત ધોરણોનું પૂરતું પાલન કરવામાં આવતા અંબિકા ફરસાણ માર્ટ તેમજ મનમંદિર ગર્લ્સ હોસ્ટેલને રૂપિયા 21,000 નો દંડ કરાયો
મનપાની આરોગ્ય ટીમ દ્વારા ધાર્મિક તહેવારો દરમિયાન ખાણીપીણીના એકમો ખાતે આકસ્મિક ચેકિંગ પ્રક્રિયા ઝુંબેશ ચાલુ જ રહેશે
આણંદ, શુક્રવાર, કરમસદ–આણંદ મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને શુદ્ધ, સાત્વિક અને સ્વચ્છ ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં સતત અને સઘન નિરીક્ષણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જાહેર આરોગ્યની જાળવણી અને સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા માટે મહાનગરપાલિકા નું તંત્ર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે મનપાની આરોગ્ય ટીમ દ્વારા શહેરના વિવિધ સાર્વજનિક તથા વ્યાપારી સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરીને સ્વચ્છતાની પરિસ્થિતિનું બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
આ નિરીક્ષણ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આણંદ ખાતે આવેલ અંબિકા ફરસાણ માર્ટ તેમજ મનમંદિર ગર્લ્સ હોસ્ટેલ ખાતે સ્થળ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ બંને સ્થળો પર સ્વચ્છતાના નિયત ધોરણોનું પૂરતું પાલન થતું ન હોવાનું જણાઈ આવ્યું હતું. નાગરિકો અને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના આરોગ્યની સુરક્ષાને પ્રાથમિકતા આપતા, મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી અને બંને સંસ્થાઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ રૂ. 21,000/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
કરમસદ–આણંદ મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે શહેરીજનોનું ઉત્તમ આરોગ્ય અને જાહેર સ્વચ્છતા એ તંત્રની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આગામી દિવસોમાં પણ આવી તપાસ ઝુંબેશ નિરંતર ચાલુ રાખવામાં આવશે, જેથી તમામ વેપારીઓ અને સંસ્થાઓ સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. તંત્ર દ્વારા તમામ ખાણી-પીણીના એકમો, હોસ્ટેલો અને જાહેર સંસ્થાઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે અને સ્વચ્છ તથા સ્વસ્થ મહાનગર બનાવવાના આ સમૂહ અભિયાનમાં સાથ આપવા ખાસ અપીલ કરવામાં આવી છે.