Close

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન: એક જ મહિનામાં ઓગસ્ટ માસ દરમિયાન ૮,૨૬૪ ટન કચરાનો કરાયું વૈજ્ઞાનિક ઢબે નિકાલ

Publish Date : 16/09/2026

શહેરના સૌંદર્યીકરણમાં બાધારૂપ બનતા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP) એટલે કે કચરાના સંવેદનશીલ સ્થળોને નાબૂદ કરવા માટે મનપા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી

ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અંગે કોઈ પણ સમસ્યા, અનિયમિતતા કે ફરિયાદ હોય તો / મહાનગરપાલિકાના ટોલ-ફ્રી નંબર 75748 31719, 75748 31720 પર સંપર્ક કરવા અને સેનિટેશન અંગેની કોઈપણ ફરિયાદ હોય તો 18005999645 સંપર્ક કરવા અનુરોધ

મહાનગરપાલિકા વિસ્તાર ઉપરાંત આણંદ તાલુકાના 24 જેટલા ગામો ખાતેથી આવતા 1300 ટન કચરાનો પણ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે

આણંદ, સોમવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સુંદર, સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાના ભગીરથ હેતુ સાથે વ્યાપક સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક મહિના દરમિયાન મનપાના  દ્વારા અવિરત કામગીરી કરીને  મહાનગરપાલિકાનો સંપૂર્ણ વિસ્તાર ઉપરાંત આણંદ તાલુકાના ૨૪ જેટલા ગામો ખાતેથી આવતા ૧૨૦૦ થી ૧૩૦૦ ટન કચરાનો પણ વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે છે, આમ મહાનગરપાલિકા વિસ્તાર અને ૨૪ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાંથી મનપા ખાતે આવતા કચરાને એકત્રિત કરી કુલ ૮,૨૬૪ ટન કચરાનો સફળતાપૂર્વક પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. આ મિશન અંતર્ગત સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારને કચરામુક્ત બનાવીને નાગરિકોને શ્રેષ્ઠ શહેરી સુવિધાઓ અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવા મનપા તંત્ર કટિબદ્ધ છે.

શહેરના સૌંદર્યીકરણમાં બાધારૂપ બનતા ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ (GVP) એટલે કે કચરાના સંવેદનશીલ સ્થળોને નાબૂદ કરવા માટે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં શહેરમાંથી ૬ જેટલા મુખ્ય GVP સફળતાપૂર્વક દૂર કરી દેવાયા છે, જ્યારે બાકીના ૧૩ જેટલા પોઈન્ટ્સને કાયમી ધોરણે હટાવવાની કામગીરી હાલ ઝડપથી પ્રગતિ હેઠળ છે.

મહત્વની બાબત એ છે કે જે સ્થળો પરથી કચરો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે, તે તમામ જગ્યાઓનું મહાનગરપાલિકા દ્વારા વિશેષ પ્લાન્ટેશન અને આકર્ષક પેઇન્ટિંગ્સ મારફતે સૌંદર્યીકરણ (Beautification) કરવામાં આવશે, જેથી ત્યાં ફરીથી નગરજનોને કચરો ફેંકવાની કે ત્યાં મૂકવાની ઈચ્છા પણ ન થાય.

શહેરને ‘વેસ્ટ માંથી બેસ્ટ’ બનાવવા અને સંસાધનોના પુનઃઉપયોગ (Recycling) દ્વારા ‘વેસ્ટ ટુ વન્ડર’ પ્રોજેક્ટ્સ વિકસાવવા માટે મહાનગરપાલિકા દ્વારા એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. આ માટે નાગરિકો પોતાના ઘરેથી જ કચરાનું ૪-સ્ટ્રીમ સેગ્રિગેશન (પૃથક્કરણ) કરીને આપે તે અત્યંત જરૂરી છે. નગરજનો પોતાના ઘરેથી નીકળતા કચરાને સૂકો, ભીનો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર કચરો એમ ચાર અલગ-અલગ કેટેગરીમાં વર્ગીકૃત કરીને જ ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ ગાડીઓમાં આપવા માટે તમામ રહેવાસીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે, જેથી પ્રોસેસિંગ વધુ કાર્યક્ષમ બની શકે.

આ સ્વચ્છતા મહાઅભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે જાહેર જનતાનો સાથ-સહકાર અત્યંત અનિવાર્ય છે તેમ મનપાના તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે અને નાગરિકોને અપીલ છે કે કચરો જાહેર માર્ગો, શેરીઓ કે ખુલ્લામાં ફેંકવાને બદલે માત્ર ડોર-ટુ-ડોર કચરાની ગાડીઓમાં જ આપે, જેથી શહેરમાં નવા GVP ઊભા ન થાય.

જો કોઈ વ્યક્તિ જાહેર રસ્તા પર કચરો ફેંકતા માલૂમ પડશે, તો સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરી સતત કચરો ફેંકવાની પ્રવૃત્તિ કરનારા તત્વો સામે મહાનગરપાલિકા દ્વારા નિયમાનુસાર ‘લિટરીંગ પેનલ્ટી’ (દંડ) વસૂલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

નાગરિકોની સુવિધા માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. જો તમારા વિસ્તારમાં ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ અંગે કોઈ પણ સમસ્યા, અનિયમિતતા કે ફરિયાદ હોય, તો નાગરિકો ત્વરિત મહાનગરપાલિકાના ટોલ ફ્રી નંબર 75748 31719 અને 75748 31720 પર અને સેનિટેશન અંગેની કોઈપણ ફરિયાદ હોય તો 18005999645 સંપર્ક કરીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તારના તમામ નાગરિકોને સ્વચ્છ અને હરિયાળું મહાનગર બનાવવાના આ મહાયજ્ઞમાં સક્રિય ભાગીદાર બનવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન: એક જ મહિનામાં ઓગસ્ટ માસ દરમિયાન ૮,૨૬૪ ટન કચરાનો કરાયું વૈજ્ઞાનિક ઢબે નિકાલ

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન: એક જ મહિનામાં ઓગસ્ટ માસ દરમિયાન ૮,૨૬૪ ટન કચરાનો કરાયું વૈજ્ઞાનિક ઢબે નિકાલ

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન: એક જ મહિનામાં ઓગસ્ટ માસ દરમિયાન ૮,૨૬૪ ટન કચરાનો કરાયું વૈજ્ઞાનિક ઢબે નિકાલ