Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મનપા વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખરાબ થયેલ રસ્તાઓની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ

Publish Date : 10/08/2026

ચોમાસામાં ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું વેટમિક્સ અને કોલ્ડમિક્સથી સમારકામ

શહેરના મુખ્ય માર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં ખાડા પૂરવાની પ્રક્રિયા હાથ ધરાઈ, નાગરિકોની સુવિધા માટે મનપાનું તંત્ર સજ્જ

આણંદ, શુક્રવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં થયેલ ભારે વરસાદને પરિણામે મહાનગરપાલિકા વિસ્તારના ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોના નવીનીકરણ અને મરામતની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીની સીધી સૂચના અને સીટી ઈજનેરશ્રીના કુશળ માર્ગદર્શન હેઠળ શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓને પૂરવા માટે આધુનિક ટેકનોલોજી આધારિત વેટમિક્સ અને કોલ્ડમિક્સ પેચ મટિરિયલનો ઉપયોગ કરી યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ચોમાસા દરમિયાન નુકશાન પામેલા રસ્તાઓને ત્વરિત સુધારવાનો છે.

આ કામગીરીના પ્રથમ તબક્કા અંતર્ગત શહેરના બોરસદ ચોકડી વિસ્તાર, ઉમા ભવન રોડ, સંગોળપુરા વિસ્તાર તેમજ ઉત્સવ પાર્ટી પ્લોટ અને વ્યાયામશાળા રોડ પર રોડ મરામતની પ્રક્રિયા પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરી દેવામાં આવી છે. ગુણવત્તાયુક્ત પેચ મટિરિયલના ઉપયોગ દ્વારા રસ્તાઓને ફરીથી પરિવહન યોગ્ય બનાવવામાં આવી રહ્યા છે, જેથી વાહનચાલકોને અકસ્માતનો ભય ન રહે અને ટ્રાફિકની સમસ્યામાં પણ રાહત મળે.

મહાનગરપાલિકા તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામતની કામગીરી સમગ્ર મહાનગરપાલિકાના વિસ્તારોમાં અવિરતપણે ચાલુ રાખવામાં આવશે. મહાનગરપાલિકાના નગરજનોને તેમના રોજિંદા પરિવહનમાં કોઈ પણ પ્રકારની અગવડતા કે હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે મનપાનું તંત્ર સતત કાર્યરત છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા તેના તમામ શહેરીજનોને સુરક્ષિત રસ્તાઓ અને શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણપણે કટિબધ્ધ છે. મનપાના તંત્ર દ્વારા નાગરિકોની સુવિધાને સર્વોપરી ગણીને તમામ મુખ્ય અને આંતરિક માર્ગોના પેચવર્કની કામગીરી ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.