કરમસદ-આણંદ મહાનગરપાલિકાની સરાહનીય કામગીરી: ભારે વરસાદમાં ફસાયેલા લકવાગ્રસ્ત દર્દીનું દિલધડક રેસ્ક્યુ
Publish Date : 27/07/2026
મુસીબતના સમયે દેવદૂત બની પહોંચી મહાનગરપાલિકાની ટીમ: જળબંબાકાર વચ્ચે ફસાયેલા પરિવારને હેમખેમ સુરક્ષિત સ્થળે ખસેડ્યો
સેવા અને સંવેદનાનો ત્રિવેણી સંગમ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ મુશળધાર વરસાદમાં નિભાવ્યો નાગરિક ધર્મ
હેલ્પલાઇન પર કોલ મળતા જ ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડની ટીમ ગુરુકૃપા સોસાયટી પહોંચી
ઘરમાં પાણી ભરાતા લાચાર બનેલા પરિવાર માટે મહાનગરપાલિકાનું તંત્ર આશીર્વાદરૂપ સાબિત થયું
મનપાના કમિશનરે ટીમને બિરદાવી; નાગરિકોને આપત્તિના સમયે હેલ્પલાઇનનો સંપર્ક કરવા અનુરોધ કર્યો
આણંદ, શુક્રવાર, ગત રોજ થી સમગ્ર આણંદ જિલ્લા સહિત કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે મનપા તંત્રએ માનવતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આણંદ શહેરની વોર્ડ નંબર 5 માં પાધરિયા વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં જળબંબાકારની સ્થિતિમાં ફસાયેલા એક લકવાગ્રસ્ત દર્દી અને નાના બાળકો સહિતના પરિવારને મહાનગરપાલિકાની ટીમે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
મુશળધાર વરસાદ અને પ્રતિકૂળ સંજોગો હોવા છતાં, હેલ્પલાઇન નંબર પર મદદની અપીલ મળતા જ મનપા તંત્રના અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી અને પોતાની સંપૂર્ણ જવાબદારી સમજીને મદદ માંગનાર લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી.
આણંદના હરિકીર્તન મંદિરની બાજુમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા પ્રીતમભાઈ ગોપાલભાઈ વાઘેલાના ઘરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. ઘરના મોભી લકવાની બીમારીથી પીડાતા હોવાથી હલનચલન કરવા માટે અસમર્થ હતા અને ઘરમાં બે નાના બાળકો હોવાને કારણે તેમની પત્ની માટે આ સમય અત્યંત કઠિન અને ચિંતાજનક બની ગયો હતો. આ પરિવારે જ્યારે કરમસદ-આણંદ મહાનગરપાલિકાના હેલ્પલાઇન નંબર પર સંપર્ક કર્યો, ત્યારે તેમને આટલી ઝડપથી મદદ મળશે તેવી આશા નહોતી. જોકે, પાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અને સંબંધિત વિભાગોએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને ભારે વરસાદમાં પણ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી પરિવારને હેમખેમ બહાર કાઢ્યા હતા અને આ પરિવારને જે સ્થળે જવું હતું ત્યાં સહી સલામત પહોંચાડ્યા હતા.
આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ પરિવારના સભ્યોએ પાલિકાની કામગીરી પ્રત્યે અત્યંત કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમયસર મળેલી મદદથી ગદગદિત થયેલા લકવાગ્રસ્ત દર્દીના પત્નીએ ભાવુક હૃદયે જણાવ્યું હતું કે, તેમને અપેક્ષા પણ નહોતી કે આટલી ઝડપથી તંત્ર તેમની વહારે આવશે, તેમને તો એવું લાગ્યું કે જાણે ભગવાન સ્વયં મદદ કરવા આવી ગયા હોય અને તેમનું જીવન બચી ગયું. પાલિકાની આ કામગીરી માત્ર સરકારી ફરજ નહીં પરંતુ સંવેદના અને સેવાભાવનાનું ઉત્તમ પ્રતીક બની રહી છે. આ સરાહનીય બચાવ કામગીરી અને ટીમની તત્પરતા બદલ મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ પણ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિસ્તારના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે ભારે વરસાદના આ સમયગાળામાં કોઈપણ આપત્તિજનક સ્થિતિ, જળબંબાકાર કે બીમારી સંદર્ભે તાત્કાલિક મદદની જરૂરિયાત હોય તો કોઈ પણ સંકોચ વગર મહાનગરપાલિકાના હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવો. મનપા તંત્ર હંમેશા પ્રજાની સુરક્ષા અને સુખાકારી માટે કટિબદ્ધ છે અને દરેક કપરી પરિસ્થિતિમાં નાગરિકોની પડખે ઊભા રહેવા માટે તૈયાર છે. “કરમસદ-આણંદ મહાનગરપાલિકા — હંમેશા તમારી સાથે, દરેક પરિસ્થિતિમાં” ના સૂત્રને સાર્થક કરતા મનપાના તંત્રએ સાબિત કર્યું છે કે લોકસેવા જ તેમનું પરમ લક્ષ્ય છે.