કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ‘સફાઈ અપનાવો, બીમારી ભગાવો’ અભિયાન હેઠળ સફાઈ મિત્રો માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિરનો પ્રારંભ
Publish Date : 20/07/2026
સ્વસ્થ સફાઈ મિત્ર, સુરક્ષિત શહેર: આણંદમાં સફાઈ કર્મીઓના ઉત્કર્ષ માટે મહાનગરપાલિકાની વિશેષ પહેલ; ૨૩ જુલાઈ સુધી ચાલશે સઘન હેલ્થ ચેકઅપ કેમ્પ
આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે સફાઈ મિત્રોનું બીપી, ડાયાબિટીસ અને અન્ય રોગોનું નિદાન કરી વિનામૂલ્યે દવાઓનું વિતરણ
આગામી ૨૦ જુલાઈના રોજ બોરસદ ચોકડી પાસે પીપી યુનિટ ખાતે વધુ ૧૩૦ સફાઈ મિત્રોના સ્વાસ્થ્યની તપાસ કરાશે
આણંદ, શનિવાર, કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવતા સફાઈ મિત્રોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ‘સફાઈ અપનાવો, બીમારી ભગાવો’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકાના કુલ ૮૮૫ જેટલા સફાઈ મિત્રોની નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશના ભાગરૂપે આણંદ, વિદ્યાનગર અને બાકરોલ વિસ્તારમાં અંદાજિત ૧૫૦ જેટલા સફાઈ મિત્રોની આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી હતી. પાલિકા પ્રશાસન દ્વારા સફાઈ કર્મીઓના શારીરિક શ્રમને ધ્યાને રાખીને તેમના સ્વાસ્થ્યના સ્તરને સુધારવા માટે આ વિશેષ પગલું ભરવામાં આવ્યું છે.
વિદ્યાનગર, બાકરોલ અને આણંદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા વિવિધ કેમ્પમાં અત્યાર સુધીમાં કુલ ૩૫૦ જેટલા સફાઈ કર્મીઓએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી છે. આ આરોગ્ય તપાસણી કાર્યક્રમ આગામી ૨૩ જુલાઈ સુધી અવિરતપણે ચાલુ રાખવામાં આવનાર છે, જેથી પાલિકાના તમામ સફાઈ મિત્રોને આ સેવાનો લાભ મળી શકે. આ અભિયાન દ્વારા સફાઈ કામદારોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાની સાથે સાથે સંભવિત રોગોનું વહેલું નિદાન થાય તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આગામી કાર્યક્રમ ૨૦ જુલાઈ, સોમવારના રોજ બપોરે ૩:૦૦ થી ૫:૦૦ કલાક દરમિયાન બોરસદ ચોકડી પાસે હોટલ સીટી પોઈન્ટની બાજુમાં આવેલ પીપી યુનિટ ખાતે વધુ એક આરોગ્ય તપાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વધુ ૧૩૦ જેટલા સફાઈ મિત્રોના આરોગ્યની તપાસ કરવામાં આવશે.
આરોગ્ય તપાસ દરમિયાન સફાઈ મિત્રોના બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ તેમજ અન્ય કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ જણાશે તો તેનું સ્થળ પર જ નિદાન કરવામાં આવશે. આ તપાસ બાદ જે કર્મચારીઓમાં બીમારીના લક્ષણો જોવા મળશે અથવા જેમને તબીબી સહાયની જરૂર હશે, તેઓને મહાનગરપાલિકા તરફથી વિનામૂલ્યે જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવશે.