Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓમાં ૨૩ જૂનથી ત્રિ-દિવસીય ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ યોજાશે

Publish Date : 20/06/2026

ડ્રોપ આઉટ થયેલા વિદ્યાર્થીઓનું કારણ તપાસી તેના નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયાસો કરીએ: કમિશનર શ્રી

શિક્ષક અને વિદ્યાર્થીનો સંબંધ માતા-પુત્ર જેવો પવિત્ર હોવો જોઈએ, બાળકોને પ્રેમથી ભણાવી શિક્ષણનું મહત્વ સમજાવવા આચાર્યોને સૂચના

આણંદ, ગુરૂવાર , સમગ્ર ગુજરાત રાજ્યની સાથે કરમસદ આણંદ મહાનગરપાલિકા હસ્તકની શાળાઓમાં આગામી તારીખ ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓના ભાગરૂપે મહાનગરપાલિકાના કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કમિશનરશ્રીએ દરેક શાળામાંથી અધવચ્ચેથી અભ્યાસ છોડી ગયેલા (ડ્રોપ આઉટ) વિદ્યાર્થીઓની વિગતવાર જાણકારી મેળવી હતી અને આગામી મહોત્સવ દરમિયાન તમામ પાત્ર બાળકોનું ૧૦૦ ટકા નામાંકન થાય તે દિશામાં આયોજનબદ્ધ કામગીરી કરવા તાકીદ કરી હતી.

શિક્ષકોની નૈતિક જવાબદારી પર ભાર મૂકતા કમિશનર શ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષકની પ્રથમ ફરજ બાળકને સ્નેહપૂર્વક શિક્ષણ આપવાની છે. શાળામાં એવું સકારાત્મક વાતાવરણ નિર્મિત થવું જોઈએ કે કોઈ પણ બાળક અધવચ્ચેથી અભ્યાસ છોડવાનો વિચાર પણ ન કરે. જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર શાળા છોડી ગયા છે, તેમના વાલીઓનો રૂબરૂ સંપર્ક કરી તેમને શિક્ષણનું મહત્વ સમજાવી બાળકને પુનઃ શાળામાં લાવવાની જવાબદારી શિક્ષકોએ દિલથી નિભાવવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે, માતા અને પુત્ર જેવો જ અતૂટ સંબંધ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે હોય છે, જે રીતે બાળક માતાની વાત માને છે તેવી જ રીતે તે શિક્ષકના માર્ગદર્શનને પણ અનુસરે છે, તેથી શિક્ષકોએ આ સંબંધને સાર્થક કરી શિક્ષણનું પુણ્ય કમાવવું જોઈએ.

શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણની સાથે ભૌતિક સુવિધાઓ અને સ્વચ્છતા જાળવવા અંગે પણ કમિશનરશ્રીએ કડક સૂચનાઓ આપી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈપણ કાર્યમાં કચાશ કે ઢીલાસ ચલાવી લેવામાં આવશે નહીં. બાળકો જ્યાં શિક્ષણ મેળવે છે તે શાળા અને તેનું પરિસર સંપૂર્ણપણે સ્વચ્છ અને આકર્ષક હોવું જોઈએ. આચાર્યશ્રીઓને સંબોધતા તેમણે અનુરોધ કર્યો હતો કે, શાળા પ્રવેશોત્સવ દરમિયાન શ્રેષ્ઠ કામગીરીનું પ્રદર્શન કરી દરેક બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. વાલીઓ સાથેનો સતત સંપર્ક અને શિક્ષકોનો નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ જ આ અભિયાનને સફળ બનાવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

ઉપસ્થિત તમામ આચાર્યોએ આગામી ૨૩ થી ૨૫ જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવને સફળ બનાવવા અને મહત્તમ નામાંકન નોંધાવવા માટેની મક્કમતા વ્યક્ત કરી હતી. શાળાઓમાં પ્રવેશ મેળવતા નૂતન વિદ્યાર્થીઓને ઉત્સાહપૂર્વક આવકારવા અને કન્યા કેળવણીને વેગ આપવા માટેના વિવિધ આયોજનો પર પણ આ તબક્કે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ કમિશનર શ્રી સંગાડા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદી, શાસનાધિકારી શ્રી રાજેશભાઈ ભોઈ સહિત મહાનગરપાલિકા વિસ્તારની શાળાઓના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.