કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલની અધ્યક્ષતામાં પ્રિ મોનસુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી
Publish Date : 01/06/2026
આણંદ, શનિવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે આજે મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલની અધ્યક્ષતામાં અને કસદ આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર કમલેશ ડાભી તથા કારોબારી ચેરમેન શ્રી મયુર સુથાર તથા મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ કે. ગરવાલ વિશેષ ઉપસ્થિતપ્રિમોન્સૂન કામગીરી અંગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલે જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને વોટર લોગીંગ ની સમસ્યાઓનો તુરંત નિકાલ થાય તે મુજબ કામ કરવા તેમણે જે તે વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.
મેયર શ્રી અને ડેપ્યુટી મેયર શ્રી એ જણાવ્યું કે ચોમાસાની ઋતુ દરમિયાન લાઈટનો પુરવઠો ચાલુ રહે, તમામ રસ્તાઓ મોટરેબલ રહે, ચોમાસુ શરૂ થાય તે પહેલા કાંસની જરૂરી સફાઈ કરવામાં આવે, સ્ટ્રોંમ વોટર ડ્રેઇનની ચેમ્બરોની સફાઈ થાય, સફાઈ કામગીરી દરમિયાન કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે, ભયજનક વૃક્ષોનું સ્ટ્રીમિંગ કરવામાં આવે, ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રહે અને રોગચાળો ફાટી ના નીકળે તે માટે આરોગ્ય શાખા દ્વારા દવાઓનો છંટકાવ થાય ઉપરાંત લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે જોવા પણ તેમણે મહાનગરપાલિકાના સંલગ્ન શાખાના અધિકારીઓને જણાવ્યું હતું.
કારોબારી ચેરમેન શ્રી મયુર સુથાર એ ચોમાસા દરમિયાન મહાનગરપાલિકાના નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ સમયે મહાનગરપાલિકાના સંલગ્ન શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલની અધ્યક્ષતામાં પ્રિ મોનસુન કામગીરીની સમીક્ષા કરવામાં આવી