કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા વિદ્યાનગર ખાતેથી ૧૧ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ મોકલાયા
Publish Date : 17/07/2025
આણંદ, ગુરુવાર: કરમસદ – આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રીએ મનપા વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા જણાવવામાં આવ્યું છે, જેથી જાહેર રસ્તા ઉપર થી પસાર થતા નાગરિકોને તકલીફ ન પડે.
કરમસદ- આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આજે વિદ્યાનગર નાના બજાર ખાતે શિખોડ ખોડીયાર રોડ ઉપરથી ૧૧ જેટલા પશુઓને પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે, જાહેર રસ્તાઓ ઉપર પશુઓ ફરે નહીં કે બેસે નહીં અને નગરજનોને પશુઓના કારણે કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકો પોતાના પશુઓને યોગ્ય જગ્યાએ રાખે તે જરૂરી હોય જાહેર રસ્તા પર પશુઓને ન જવા દેવા માટે જણાવવામાં આવે છે, અન્યથા જાહેર રસ્તા પરના પશુઓને મનપાની ટીમ દ્વારા પકડીને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે, અને વહીવટી ચાર્જ પેટે દંડ વસૂલ કરવામાં આવશે, તેમ પણ વધુમાં જણાવાયું છે.