Close

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ : આણંદ જિલ્લો

Publish Date : 29/06/2026

તારાપુર તાલુકાની મોભા પ્રાથમિક શાળામાં મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

આણંદ, ગુરૂવાર,   ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વધારવા સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬’ અંતર્ગત તારાપુર તાલુકાની મોભા પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મંત્રીશ્રીએ વર્ષ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે  વર્ષ ૨૦૦૩માં ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘કન્યા કેળવણી મહોત્સવ’ની શરૂઆત કરાવી હતી જેના કારણે આજે સરકારી શાળાઓમાં શ્રેષ્ઠ ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે અને સરકારે હવે નવી નીતિ અંતર્ગત બાળક ધોરણ ૧ થી ૧૨ સુધીનું સંપૂર્ણ શિક્ષણ મેળવે તે દિશામાં મક્કમ શરૂઆત કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બાળક ૨૪ કલાકમાંથી માત્ર ૫ થી ૬ કલાક શાળામાં વિતાવે છે, તેથી બાકીના સમયમાં તે નિયમિત શૈક્ષણિક કાર્ય કરે તે જોવાની જવાબદારી માતા-બહેનો અને પરિવારની છે. બીજી તરફ, શિક્ષકોને બાળકમાં રહેલી નબળાઈઓ દૂર કરી એક સારો નાગરિક બનાવવા અને ગ્રામજનોએ પણ શાળાના વિકાસમાં અને શિક્ષકોને મદદરૂપ થવામાં પોતાનું યોગદાન આપવું જોઈએ તેમ ઉમેર્યું હતું.

ગ્રામજનોમાં જ્યારે સરકારી સુવિધાઓ પ્રત્યે ‘પોતાનાપણાનો ભાવ’ જાગશે અને તેની યોગ્ય જાળવણી તથા સ્વચ્છતા રાખવામાં આવશે, ત્યારે ગામમાં કાયમી સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે તેમ કહી વર્ષ ૨૦૪૭ સુધીમાં દેશને ‘વિકસિત ભારત’ બનાવવામાં દરેક ગામડાનું નાનું-મોટું યોગદાન અનિવાર્ય છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે કુદરતી સંસાધનોની જાળવણી, પાણી અને વીજળીનો વિવેકપૂર્ણ ઉપયોગ તેમજ પર્યાવરણનું જતન કરીને પણ દેશસેવામાં ભાગીદાર બનવા જણાવ્યું હતું.

આ પ્રવેશોત્સવ અંતર્ગત શાળાના આંગણે પગ મૂકતા નાના બાળકોને કુમકુમ તિલક અને મીઠા મોં કરાવીને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીના હસ્તે ૦૪ બાળકોને આંગણવાડીમાં, ૧૮ જેટલા ભૂલકાંઓનું બાલવાટિકામાં તેમજ ૧૬ નવા વિદ્યાર્થીઓને વિધિવત રીતે ધોરણ ૧ માં શૈક્ષણીક કીટ આપીને શાળામાં પ્રવેશ કરાવાયો હતો.      

કાર્યક્રમમાં મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે શાળામાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત શાળાના પરિસરમાં અન્ય મહાનુભાવો સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીનો પ્રેરક સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી નમનભાઇ વ્યાસ, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભરતભાઈ પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.બી.ગોહિલ, તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, APMC તારાપુરના ચેરમેનશ્રી ભગવતસિંહ, મોભા ગામના સરપંચશ્રી લઘુભાઈ ભરવાડ, સ્થાનિક અગ્રણીઓ, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહ્યાં હતાં.