Close

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો

Publish Date : 27/06/2025

આજે જિલ્લા કલેકટરશ્રી ત્રિ-દિવસીય કાર્યક્રમ પેટલાદ તાલુકાની વિવિધ શાળાઓમાં  ભૂલકાઓને આવકારી કરાવશે શાળા પ્રવેશ.

આણંદ, ગુરુવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી આજે બીજા દિવસે એટેલે કે ,તા.૨૭ જૂનના રોજ પેટલાદ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારની શાળઓમાં મુલાકાત લેશે. જે અંતર્ગત   સવારે ૮:૦૦ કલાકે પેટલાદની દંતાલી પ્રાથમિક શાળા, સવારે ૧૦:૦૦ કલાકે મહેળાવ ગામની બી.એમ.એસ.એસ હાઈસ્કુલ અને બપોરે ૧૨:૦૦ કલાકે સુણાવ ગામની વ.બે.મલ્ટી પર્પઝ હાઈસ્કુલ ખાતે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.