કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: આણંદ જિલ્લો
Publish Date : 27/06/2025
આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉમરેઠ તાલુકાની વિવિધ શાળાઓમાં બાળકોને કરાવશે શાળા પ્રવેશ.
આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લામાં બાલ વાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૨૬ થી તા.૨૮ જૂન દરમિયાન સવારે ૮- ૦૦ કલાક થી ૧૩- ૩૦ કલાક દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી આજે તા. ૨૭ જૂનના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે ઉમરેઠ તાલુકામાં સવારે ૮:૦૦ કલાકે રતનપુરા ગામની પ્રાથમિક શાળા, સવારે ૧૦:૦૦ કલાકે ધોરા ગામની સરસ્વતી હાઈસ્કૂલ તથા બપોરે ૧૨:૦૦ કલાકે થામણા ગામની કે.સી. પટેલ હાઈસ્કૂલ ખાતે હાજર રહી બાળકોને શાળા પ્રવેશ કરાવશે.