કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ: ૨૦૨૫:: આણંદ જિલ્લો
Publish Date : 27/06/2025
શાળા અને સંતાન વચ્ચે સેતુ બનીને શિક્ષણકાર્ય પ્રત્યે વાલીઓએ સજાગ બનવું પડશે: જિલ્લા વિકાસ અધિકારીશ્રી.
પેટલાદની પોરડા ગામની જી.પી.કે ગીતા માધ્યમિક વિદ્યાલય ખાતે બાળકોને શાળાપ્રવેશ કરાવતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી.
ધોરણ ૯ માં ૭૯ જેટલા વિધાર્થીઓને પ્રવેશ કરાવ્યો.
આણંદ,ગુરુવાર: કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ૨૨ મી શ્રેણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ પેટલાદ તાલુકાના પોરડા ગામની જી.પી.કે ગીતા માધ્યમિક વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ ૭૯ જેટલા વિધાર્થીઓને ધોરણ ૯ માં શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ વેળાએ સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે તથા સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પારિતોષિક એનાયત કરીને બહુમાન કરવામાં આવ્યું હતું. તદ્દઉપરાંત દાતાઓનું પણ મહાનુભાવો દ્વારા સન્માનિત કરાયા હતા.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,શાળા પ્રવેશોત્સવ એ માત્ર કાર્યક્રમ નથી,જીવનમાં નવી સપાટીનું દ્વાર અને વળાંક છે.માત્ર પ્રવેશ ન ગણાતા સંકલ્પનો અવસર છે.
આ અવસરે વિધાર્થીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પાંચ સંકલ્પ લેવડાવ્યા હતા.જેમાં જિજ્ઞાસા, શિસ્ત,પ્રયાસ કરવા,સહકાર આપવા વગેરેનો સમાવેશ થાય છે.આ ઉપરાંત માતા પિતા તથા શિક્ષકોને સન્માન આપવા પણ જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વાલીઓને શાળા અને સંતોનો વચ્ચેના સેતુ બનીને તેમાના શિક્ષણકાર્ય પ્રત્યે સજાગપણે ધ્યાન આપવા અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિત મહાનુભાવોએ શાળા પરિસરમાં વૃક્ષોરોપણ કર્યું હતું.
આ વેળાએ શાળાના આચાર્યશ્રી સહિત શિક્ષણગણ,આરોગ્યકર્મીઓ,વાલીઓ તથા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
