Close

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ , આણંદ જિલ્લો

Publish Date : 25/06/2026

બોદાલ વિદ્યામંદિર ખાતે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ યોજાયો, ૧૬૯ વિદ્યાર્થીઓનો થયો શાળા પ્રવેશ

વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને નામાંકન, નિયમિત હાજરી અને ગુણવત્તાસભર શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે , શ્રી રમણભાઈ સોલંકી

આણંદ, બુધવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બોરસદ તાલુકાની બોદાલ વિદ્યામંદિર  ખાતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે મંત્રીશ્રી રમણભાઈ સોલંકી એ જણાવ્યું કે, શિક્ષણનો મૂળ હેતુ માણસની આંતરિક શક્તિઓને ઉજાગર કરવાનો છે અને આ માટે સરકારે વિનામૂલ્યે પુસ્તકો, ડ્રેસ, ફી માફી અને શિષ્યવૃત્તિ જેવી તમામ સુવિધાઓની ઉપલબ્ધ બનાવી છે. તેમણે વધુમાં વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા આ ભગીરથ કાર્યના ૨૩ વર્ષ બાદ આજે શાળાઓમાં દીકરીઓનું પ્રમાણ અને શિક્ષણનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે.  વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને બાળકના નામાંકન, નિયમિત હાજરી અને ગુણવત્તાસભર શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તેમ કહી તેમણે શાળા છોડી ગયેલા બાળકોને ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન હેઠળ પુનઃ ધોરણ-૧૨ સુધીના અભ્યાસ સાથે જોડવા સરકાર કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ કુલ ૧૬૯ જેટલા વિધાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો હતો. જે પૈકી ધોરણ ૯ માં કુલ ૯૬ જેટલા વિદ્યાર્થીઓને જ્યારે ધોરણ ૧૧ માં કુલ ૭૩ જેટલા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

આ વેળાએ મંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સમગ્ર વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને અને શાળા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ મહાનુભાવોના હસ્તે ધાત્રી માતાઓને માતૃ શક્તિ તથા બાળકોને બાળશક્તિ પોષક આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ શાળા પરિસરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષોરોપણ કર્યું હતું.

આ વેળાએ ગામના સરપંચશ્રી વૈશાલી પટેલ, તલાટીશ્રી, સીડીપીઓશ્રી, બોદાલ કેળવણી મંડળના પદાધિકારીઓ, અગ્રણી દુષ્યંત પટેલ, શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ શિરોયા સહિત શિક્ષકગણ, આરોગ્યકર્મીઓ, વાલીઓ તથા મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.