Close

ઓઇલપામ યોજના અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ એક દિવસીય તાલીમ યોજાઇ

Publish Date : 13/02/2026

ખેડુતોને ઓઇલપામ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું

આણંદ, ગુરૂવાર: નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, આણંદ તથા પતંજલિ ફૂડ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે બોરસદ તાલુકાના નાપા તડપદ ગામ ખાતે “મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ” અંતર્ગત એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમા કાર્યક્રમ દરમ્યાન ખેડૂત ભાઈઓને ઓઇલપામ પાક અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પાકની પ્રાયોગિક સમજ માટે સ્થળ પર ફિલ્ડ વિઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ તકે પતંજલિ ફૂડ લિમિટેડના મેનેજરશ્રી ભાનુ પ્રતાપસિંહે જણાવ્યું હતું કે ઓઇલપામ પાક અત્યંત ઉત્પાદક અને લાભદાયક છે, જે ખેડૂતની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. તેમણે વધુમાં અન્ય ખાદ્ય તેલના પાકોની તુલનામાં ઓઇલપામમાં આશરે પાંચ ગણું વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે તેમજ આ પાક આશરે ૩૦ વર્ષ જેટલા લાંબા સમયગાળા સુધી સ્થાયી આવક આપતો હોવાથી ખેડૂત માટે અત્યંત ફાયદાકારક સાબિત થતો હોવાનુ જણાવ્યુ હતુ.

 બાગાયત અધિકારી કમલ ઠાકોરે જણાવ્યું હતું કે ઓઇલપામ અન્ય પરંપરાગત પાકોની સરખામણીએ ખેડૂતો માટે વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. તેમણે ખેડૂતભાઈઓને વૈકલ્પિક અને નફાકારક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે અનુરોધ કર્યો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના બોરસદ, પેટલાદ, આણંદ અને ઉમરેઠ તાલુકાના ૫૫ થી વધુ ખેડૂતભાઈઓએ ઉત્સાહભેર હાજર રહી તાલીમ મેળવી હતી.

ઓઇલપામ યોજના અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ એક દિવસીય તાલીમ યોજાઇ

ઓઇલપામ યોજના અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ એક દિવસીય તાલીમ યોજાઇ

ઓઇલપામ યોજના અંતર્ગત મેગા ઓઇલપામ પ્લાન્ટેશન ડ્રાઇવ હેઠળ એક દિવસીય તાલીમ યોજાઇ