Close

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬

Publish Date : 02/04/2026

સરકારી કે જાહેર નાણાંના ખર્ચે જાહેરાતો કરવા પર પ્રતિબંધ

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા. ૨૩/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે.

ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર આચારસંહિતાના પરિપાલનના ભાગરૂપે સરકારી તિજોરી/રાજય ભંડોળમાંથી જાહેરાત કરવા ઉપર જરૂરી પ્રતિબંધ મૂકવા જરૂરી હોઇ, કેન્દ્ર અથવા રાજય સરકાર કક્ષાએ સત્તાધારી પક્ષના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોના અને સિધ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાનપત્રો તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી ખર્ચે / જાહેર નાણા દ્વારા કરી શકાશે નહીં. જેને ધ્યાને લઈ આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ આદર્શ આચારસંહિતાના અમલ દરમિયાન મતદારો ઉપર અસર થઇ શકે તેવા કોઇપણ પક્ષ દ્વારા કેન્દ્ર અથવા રાજય સરકાર કક્ષાએ સત્તાધારી પક્ષોના હિતોને મદદરૂપ થાય તે હેતુથી રાજકીય સમાચારોના અને સિધ્ધિઓના પ્રચારની જાહેરાત વર્તમાનપત્રો તથા અન્ય માધ્યમો દ્વારા સરકારી ખર્ચે/જાહેર નાણાં દ્વારા કરી શકાશે નહીં. 

આદર્શ આચારસંહિતાના અમલ દરમિયાન મતદારો ઉપર અસર થઇ શકે તેવા કોઇપણ પક્ષ દ્વારા રાજયની તિજોરી/ ભંડોળમાંથી લગાવેલ તમામ હોર્ડિંગ્સ કે જાહેરાતો વગેરે તાત્કાલિક દૂર કરવાના રહેશે. તેમજ રાજયની તિજોરી કે ભંડોળમાંથી સમાચાર પત્રો કે ઇલેકટ્રોનિક મીડિયા કે અન્ય કોઇપણ પ્રકારે કોઇપણ પક્ષ દ્વારા હાંસલ કરેલ સિધ્ધિઓની કોઇ જાહેરાત ન કરવા અંગેનો હુકમ બહાર પાડયો છે.

આ હુકમ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૦૬/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.