Close

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬

Publish Date : 02/04/2026

ઉમેદવારી કરવાના સમયે માત્ર ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજયામાં પ્રવેશ મેળવી શકશે

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે.

ભારતીય નિર્વાચન આયોગ, નવી દિલ્હીના પત્ર અનુસાર ઉમેદવારી કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રીના કાર્યાલય ઉપર ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં વાહનો તથા તેમના સમર્થકો લાવવામાં આવતા હોવાના કારણે ઓવર ક્રાઉડીંગની સમસ્યાના નિવારણ માટે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ કેટલાક હુકમ કર્યા છે. જે મુજબ ઉમેદવારી કરતી વખતે ઉમેદવાર/વિવિધ રાજકીય પક્ષો/રસ ધરાવતા જૂથો દ્વારા લાવવામાં આવતા વાહનો પૈકી ફકત ત્રણ જ વાહનો ચૂંટણી અધિકારીશ્રીની કચેરીની ૧૦૦ મીટરની ત્રિજયામાં પ્રવેશને પાત્ર રહેશે. જયારે ઉમેદવારી કરતી વખતે ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારીશ્રીના રૂમમાં ઉમેદવાર સહિત બીજી ચાર વ્યકિતઓ જ (દરખાસ્ત મૂકનાર/ટેકેદાર સહિત) એટલે કે કુલ પાંચ જ વ્યકિતઓ પ્રવેશી શકશે.

આ હુકમમાંથી વડાપ્રધાન અને અન્ય રાજકીય નેતાઓ કે જેમને ઝેડ પ્લસ (Z+) સુરક્ષા આપવામાં આવી છે અને આંતકવાદીઓ તરફથી જાનનું જોખમ છે તેઓને મુકિત આપવામાં આવેલ છે.

આ હુકમ આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૦૬/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.