Close

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬

Publish Date : 02/04/2026

સરકારી-જાહેર સાહસોના ગેસ્ટ હાઉસ-રેસ્ટ હાઉસમાં રોકાણ કરવા ઉપર પ્રતિબંધ

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે.

ભારતના નિર્વાચન આયોગના પત્રથી જણાવ્યા મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સરકારી/ જાહેર સાહસોના ગેસ્ટ હાઉસ/રેસ્ટ હાઉસમાં ચૂંટણી સાથે સંકળાયેલ સ્ટાફ તથા નિરીક્ષકશ્રીઓને રોકાણ માટે રૂમ મળી રહે તે માટે આણંદના અધિક જિલ્લાં મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ આચારસંહિતાના સમયગાળા દરમિયાન કોઇપણ કેન્દ્ર અથવા રાજય સરકારના મંત્રીશ્રી, સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રી, રાજકીય હોદ્દેદારો સરકારશ્રીના કોઇપણ ગેસ્ટ હાઉસ, રેસ્ટ હાઉસ, કેન્દ્ર કે રાજય સરકારશ્રીના જાહેર સાહસોના ગેસ્ટ હાઉસમાં રોકાણ કરી શકશે નહીં તેવો પ્રતિબંધાત્મચક હુકમ કરેલ છે.

વધુમાં આ અન્વયે Z કેટેગરી કે તેની સમકક્ષ સલામતી કવચ ધરાવતા રાજકીય હોદ્દેદારો ઉપર જણાવેલ ગેસ્ટ હાઉસમાં ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારીશ્રીને ફાળવવામાં આવેલ ન હોય તો આપી શકાશે. પરંતુ આવા રાજકીય હોદ્દેદારો તેમના આવા રોકાણ દરમિયાન ગેસ્ટ હાઉસમાં કોઇ રાજકીય પ્રવૃત્તિ કરી શકશે નહીં. તે રીતે આ પ્રતિબંધાત્મક આદેશમાંથી અપવાદરૂપ રહેશે.

આ હુકમ સમગ્ર આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા.૦૬/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.