Close

ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬

Publish Date : 02/04/2026

ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં લાયસન્સવાળા શસ્ત્રોની હેરાફેરી પર પ્રતિબંધ

આણંદ, બુધવાર , ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થાતની પરિસ્થિતિ જળવાઇ રહે તથા કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને તેના કોઇ પ્રત્યાઘાત ન પડે તેમજ મત ગણતરી શાંતિ રીતે પૂર્ણ થાય તે માટે આણંદના અધિક જિલ્લા  મેજિસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં લાયસન્સવાળા શસ્ત્રોની હેરાફેરી કરવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ પ્રતિબંધાત્મક હુકમ ચૂંટણી ફરજ ઉપર હોય અને ફરજના ભાગરૂપે હથિયાર સાથે રાખવું જરૂરી હોય તથા બેન્ક/જાહેર સંસ્થા/ખાનગી સિકયુરીટીના વોચમેનો કે જેઓને નાણાંકીય હેરફેર અને સુરક્ષા માટે હથિયારની જરૂરિયાત રહેતી તેવી વ્ય‍કિતઓને લાગુ પડશે નહીં.

આ પ્રતિબંધાત્મક હુકમનો અમલ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં તા. ૦૬/૦૫/૨૦૨૬ સુધી લાગુ રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંતઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.