ઉમરેઠ તાલુકાના ભાટપુરા ખાતે “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત કિશોરીઓ માટે સ્ટડી લેમ્પ વિતરણ કાર્યક્રમ યોજાયો

Publish Date : 04/11/2026

આણંદ, મંગળવાર , જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” યોજના અંતર્ગત અંતરિયાળ વિસ્તારની શાળાની કિશોરીઓ માટે ઉમરેઠ તાલુકાના ભાટપુરા સરકારી હાઈસ્કૂલ ખાતે સ્ટડી લેમ્પ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

બેટી બચાવો, બેટી પઢાવો થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા દીકરીઓની સુરક્ષા, સલામતી, શિક્ષણનું મહત્ત્વ તેમજ જેન્ડર ઇક્વાલિટી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ડી.એચ.ઇ.ડબલ્યુ. (DHEW) જેન્ડર સ્પેશિયાલિસ્ટશ્રી હિતેશકુમાર રોહિત દ્વારા ‘વ્હાલી દીકરી યોજના’, ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ અને ‘ગંગા સ્વરૂપા આર્થિક પુનઃ લગ્ન સહાય યોજના’ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ પ્રસંગે ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના કાઉન્સિલરશ્રી પૂનમબેન રબારી દ્વારા વન સ્ટોપ સેન્ટરની સેવાઓથી અવગત કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભાટપુરા ગામની હાઈસ્કૂલની ત્રણ ગામની ધોરણ ૯ થી ૧૨ ની દીકરીઓને રાત્રે અભ્યાસ અર્થે બી.બી.બી.પી. (BBBP) કાર્યક્રમ અંતર્ગત સ્ટડી લેમ્પનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ કચેરીનો સ્ટાફગણ, આચાર્યશ્રી બ્રિજેશભાઈ જોષી, શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીનીઓ, એસ.એમ.સી. (SMC) કમિટીના સભ્યો, ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન (DHEW) ના કર્મચારીઓ તેમજ ‘સખી’ વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.