ઉમરેઠ તાલુકાના આશીપુરા ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને રાષ્ટ્ર સમર્પણના ૨૫ વર્ષ નિમિત્તે ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમ યોજાયો
Publish Date : 19/09/2026
આણંદ, શુક્રવાર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમના રાષ્ટ્ર સમર્પણના સફળ ૨૫ વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ’ કાર્યક્રમ અંતર્ગત ઉમરેઠ તાલુકાના આશીપુરા ગામે ‘આશીર્વાદના દીવડા’ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમગ્ર ગામ ભક્તિ અને દેશપ્રેમના રંગે રંગાયું હતું, જેમાં પ્રધાનમંત્રીશ્રીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક પ્રાર્થના અને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારે કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ અને રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષના સમર્પણને બિરદાવુ છું.
આ ઉજવણીના મુખ્ય આકર્ષણ રૂપ મહાઆરતી અને ‘આશીર્વાદના દીવડા’ પ્રજ્વલિત કરવાનો કાર્યક્રમ આશીપુરા ગામના આશરે ૧૧૩૦ જેટલા ગ્રામજનોની બહોળી અને ઉત્સાહભરી ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગ્રામજનોએ એકસાથે દીવડા પ્રગટાવીને શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે પોતાનો સ્નેહ અને આદર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે અગ્રણી શ્રી દેવીસિંહ રાજ, શ્રીમતી હીનાબેન ભટ્ટ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુનિતાબેન પટેલ, ઉપપ્રમુખ શ્રી પ્રવિણસિંહ, શ્રી વિમલભાઈ પટેલ અને શ્રી સુભાષભાઈ પરમાર, આશીપુરા ગામના સરપંચશ્રી, વિવિધ પદાધિકારીઓ તેમજ ઉમરેઠ તાલુકાના મામલતદાર શ્રી સહિત તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.