Close

ઉત્તર બુનિયાદી કન્યાશાળા, કઠાણા ખાતે સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ આધારિત શાળાની દિકરીઓ માટે કાર્યક્રમ યોજાયો

Publish Date : 23/12/2025

આણંદ, મંગળવાર: જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી-આણંદ દ્વારા કિશોરી ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત બોરસદ તાલુકાના  કઠાણા ગામની ઉત્તર બુનિયાદી કન્યાશાળા ખાતે સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ આધારિત શાળાની દિકરીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો તેમણે શાળાની દીકરીઓને સશક્તિકરણથી નેતૃત્વ તરફ થીમ અંતર્ગત કાર્યક્રમની વિસ્તૃત જાણકારી આપી હતી. મંત્રીશ્રી મહી કાંઠા સેવા મંડલ સારોલના અદેસિંહ જી જાદવ દ્વારા કાર્યક્રમ ને અનુરૂપ ઉદબોધન, ગામના સરપંચશ્રી પાયલબેન એમ પરમારે પણ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું. બોરસદના CDPOશ્રી માલતીબેનપઢિયાર દ્વારા ICDS કચેરીની યોજનાકીય માહિતી, PBSC કાઉન્સેલરશ્રી શબનમબેન દ્વારા દીકરીઓને લગતી યોજનાકીય માહિતી,ડો. નિમિશાબેન દ્વારા મેસ્ટુઅલ હાઈજીન પર કિશોરીઓ સાથે સંવાદ, PBSC કાઉન્સેલરશ્રી તુલસીબેન દ્વારા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, ૧૧૨ હેલ્પલાઈન તથા ૧૮૧ અભયમ હેલ્પલાઈન નબર વિષે, OSC કેન્દ્ર સંચાલકશ્રી રિપલબેન ડાભી દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર વિશે, રાકેશભાઈ તેમજ તેમની ટિમ દ્વારા મહિલાઓ પોતાની આત્મરક્ષા માટે કેવા પગલા લઈ શકે તેની જાણકારી આપી હતી.

આ તબક્કે વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ, દિકરી વધામણા કિટ અને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી બહેનો દ્વારા વાનગી નિદર્શન કરવામાં આવ્યું હતું. શાળાની કુલ ૨૧૦ દિકરીઓનુ હિમોગ્લોબિન (HP) તેમજ બ્લડ ગ્રુપની તપાસણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સંકલ્પ ઓફ હબ એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજના હેઠળના કર્મચારીઓ, પી.બી.એસ.સી. અને ઓ.એસ.સી.ના કર્મચારીગણ, આંગણવાડી વર્કર અને શાળાની ૨૧૦ દિકરીઓ તથા પ્રમુખશ્રી મહી કાંઠા સેવા મંડલ સારોલ ના હિંમતસિંહ કે. જાદવ, ઉતર બુનિયાદી કન્યા શાળાના આચાર્યશ્રી કૌશલભાઈ વી વાઘેલા, RBSK ના ડો. નિમિશાબેન, ડો. ક્રિષ્ણાબેન અને સ્વબચાવની તાલિમ માટે રાકેશભાઈ તેમજ તેમની ટિમ હાજર રહ્યાં હતા.