ઉતરાયણના પર્વમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન
Publish Date : 15/01/2026
આણંદ જિલ્લામાં 13 ટીમો દ્વારા
કુલ 61 જેટલા પક્ષીઓની પતંગની દોરીથી ઘવાતા કરવામાં આવી તાત્કાલિક સારવાર
સૌથી વધુ 43 કબુતર પતંગની દોરીથી ઘવાયા
ખંભાત તાલુકામાં સૌથી વધુ 27 પક્ષીઓની કરવામાં આવી સારવાર
આણંદ, ગુરુવાર: રાજ્ય સરકાર દ્વારા પશુ પક્ષીઓ માટે ઉતરાયણ ના પર્વ દરમિયાન કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આકાશમાં ઉડતા પતંગના દોરાથી પશુ/ પક્ષીઓ ઘવાતા હોય છે, ઘવાયેલ પશુ-પક્ષીઓને તાત્કાલિક વન વિભાગ, પશુપાલન વિભાગ ની ટીમો દ્વારા તાત્કાલિક સારવાર આપીને બચાવી લેવામાં આવે છે. પશુઓ અને પક્ષીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું કરુણા અભિયાન આશીર્વાદરૂપ સાબિત થયું છે.
આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં 13 જેટલી ટીમો પતંગના દોરાથી ઘવાયેલ પશુ /પક્ષીઓને બચાવવા માટે કામ કરી રહી છે. ઉતરાયણના પર્વ દરમિયાન 61 જેટલા પક્ષીઓ અને 02 પશુઓ જેમાં 01 વાંદરો પતંગના દોરાથી ઘવાયેલ હતા, જે તમામને પશુપાલન વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી છે. જ્યારે વધુ પડતો ઘાસચારો ખાવાથી 01 ગાયને ઉતરાણના પર્વ દરમિયાન તકલીફ થવાથી તાત્કાલિક સારવાર આપવામાં આવી છે.
પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓ જેમાં સૌથી વધુ 43 કબૂતર, 04 પોપટ અન્ય 02 પક્ષીઓ, બ્લેક આઈબીસ 02, મોટો બગલો 03, સમડી 03, તેતર 03, બતક 01 નો સમાવેશ થાય છે. સૌથી વધુ 27 જેટલા પક્ષીઓ ખંભાત તાલુકામાં પતંગના દોરાથી ઘવાયા હતા, જેમને સારવાર આપવામાં આવી છે, આ પૈકી પાંચ પક્ષીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા, તેમ પશુપાલન અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ઉતરાયણના પર્વમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન

ઉતરાયણના પર્વમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન

ઉતરાયણના પર્વમાં પક્ષીઓ માટે સંજીવની બન્યું કરુણા અભિયાન