Close

આરટીઓ કચેરી આણંદ ખાતે નિયમિત દૈનિક ધોરણે ફોર વ્હીલર ના 70 અને ટુ-વ્હીલર ના 120 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે

Publish Date : 13/02/2026

ડ્રાઇવિંગ ટેસ્ટ નું સ્લોટ બુકિંગ    parivahan.gov.in પર અરજદાર ઘેર બેઠા જ કરી શકે

આણંદ, ગુરુવાર: પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા આણંદ જિલ્લાના નગરજનોને લાયસન્સ કઢાવવા માટે કોઈપણ પ્રકારની તકલીફ ન ઉદભવે તે માટે જણાવવામાં આવ્યું છે કે આરટીઓ કચેરી ખાતે નિયમિત દૈનિક ધોરણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની ક્ષમતા મુજબ ફોર વ્હીલર (એલ એમ વી) ના 70 અને ટુ-વ્હીલર ના 120 ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાય છે. ડ્રાઇવિંગ ટેસ્ટની સંખ્યા એટલે કે સ્લોટનું નિયંત્રણ હેડ ઓફિસ દ્વારા કરવામાં આવે છે

 હાલમાં ફક્ત 30 દિવસનું એપોઇન્ટમેન્ટમાં વેટિંગ ચાલી રહ્યું છે. અરજદાર લર્નિંગ લાયસન્સ મેળવ્યા બાદ ફરજિયાત 30 દિવસ બાદ જ ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકતા હોય આ માટે હાલ અરજદારોને કોઈ સમસ્યા રહેતી નથી.

વધુમાં આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ આરટીઓ કચેરી ખાતે વાહન 4.0 તથા સારથી 4.0 સર્વ રાબેતા મુજબ ચાલુ છે. ડ્રાઇવિંગ ટેસ્ટ નું સ્લોટ બુકિંગ parivahan.gov.in પર સવારે 8:00 કલાકે થી રાત્રિના 8-00 કલાક સુધી વહેલો તે પહેલાંના ધોરણે અરજદાર જાતે ઘેર બેઠા કરી શકે છે, જેથી અરજદારને આરટીઓ કચેરી ખાતે આવવા જવાનો કે ધક્કા ખાવાનો કોઈ પ્રશ્ન પણ રહેતો નથી.

આમ, આણંદ જિલ્લાના અરજદારો આરટીઓ કચેરી ખાતેથી ફોર વ્હીલર અને ટુ-વ્હીલર નું લાયસન્સ મેળવવા માટે નિયમો અનુસાર યોગ્ય કાર્યવાહી અનુસરે તો કોઈપણ પ્રકારની તકલીફ અરજદારોને રહેશે નહીં, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, આણંદ દ્વારા વધુમાં જણાવ્યું છે.