Close

આપણી આંગણવાડી આપણી જવાબદારીના સંકલ્પ સાથે આણંદ જિલ્લામાં ૯મો રાષ્ટ્રીય પોષણ માસ ઉજવાશે

Publish Date : 11/09/2026

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને ૯મો રાષ્ટ્રીય પોષણ માહના આયોજન અંગે બેઠક યોજાઈ

‌૯ સપ્ટેમ્બરથી ૮ ઓક્ટોબર દરમિયાન વિવિધ થીમ સાથે રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરાશે

આણંદ, મંગળવાર , આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને ૯ મા રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬ ની ઉજવણીના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ જણાવ્યું હતું કે, તા. ૯ સપ્ટેમ્બરથી તા. ૮ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આણંદ જિલ્લામાં ૯મો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવાશે.‘આપણી આંગણવાડી આપણી જવાબદારી’ની થીમ સાથે આંગણવાડી કેન્દ્રોને કેન્દ્રમાં રાખી બાળકો, કિશોરીઓ, ગર્ભવતી મહિલાઓ તથા ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્યમાં સુધારો લાવવા તેમજ પોષણ અંગે જનજાગૃતિ અને સમુદાયની સહભાગિતા વધારવા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત વિભાગોને સોંપાયેલી કામગીરીનું અસરકારક સંકલન કરી પોષણ માહની ઉજવણીને જનભાગીદારી સાથે સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

પ્રારંભમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તેજલબેન ગોસ્વામીએ પોષણ માહ દરમિયાન આરોગ્ય, મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ, કૃષિ, ગ્રામ વિકાસ તેમજ શ્રમ અને રોજગાર વિભાગ સહિતના સંલગ્ન વિભાગો દ્વારા હાથ ધરાનારી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી. તેમણે દરેક સંબંધિત વિભાગો દ્વારા યોજાનારી પ્રવૃત્તિઓની  ડેશબોર્ડ પર સમયસર ડેટા એન્ટ્રી કરવા અને ગત વર્ષે સમગ્ર રાજ્યમાં આણંદ જિલ્લો પ્રથમ નંબરે આવ્યો હતો તે મુજબની કામગીરી કરવા માટે પણ જણાવ્યું હતું.

વધુમાં તેમણે પ્રેઝન્ટેશન દ્વારા પોષણ માહ દરમિયાન સ્વસ્થ અને વૈવિધ્યસભર રેસીપીનું નિદર્શન, પોષણ મેળા, ‘પ્રોટીન-ભરપૂર ખોરાક’ ઝુંબેશ, પોષણ વાટિકાના ઉત્પાદનો અને સ્થાનિક ખોરાકનું પ્રદર્શન, સાપ્તાહિક મેનૂ રોટેશન તથા ગરમ રાંધેલા ભોજનનું નિદર્શન જેવી પ્રવૃત્તિઓ યોજાશે તેની જાણકારી આપી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, આરોગ્ય અધિકારી જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત સંબંધિત વિભાગોના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.