આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા
Publish Date : 18/12/2025
જિલ્લા પશુ પાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ૭ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૪ કેમ્પ યોજાયા
આણંદ જિલ્લામાં ૪૦૦ થી વધુ પશુઓના આરોગ્યની ચકાસણી કરાઈ
આણંદ,ગુરુવાર: આણંદ જિલ્લામાં પશુની આરોગ્ય સંજીવની જડીબુટ્ટી ગણાતું એવું ફરતું પશુ દવાખાનું જે આણંદ જિલ્લાના ૫ તાલુકામા કાર્યરત છે. જેનું મુખ્ય કામગીરી નિયત કરેલા ગામમાં જઈને માલિકીના પશુઓની નિઃશુલ્ક સારવાર કરવાનો હોય છે.
દૂધ આપતા પશુઓમાં વાંઝિયાપણું એ એક જટિલ સમસ્યા છે. આથી જિલ્લા પશુ પાલન વિભાગના માર્ગદર્શન હેઠળ ૭ ફરતા પશુ દવાખાનાને કુલ ૧૪ કેમ્પ સોંપવામાં આવ્યા છે.
વાંઝિયાપણુંના કારણે પશુની દૂધ ઉત્પાદકતા ઉપર અસર થાય છે, જેના કારણે પશુપાલકોને આર્થિક ખૂબ જ નુકસાન જાય છે. દૂધ ઉત્પાદનના કરતા હોય તેવા પશુઓને રાખવા માટેનો નિભાવ ખર્ચ ખૂબ જ વધી જાય છે અને પશુપાલક ભાઈઓને ખૂબ જ નુકસાન સહન કરવું પડે છે.
આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ પશુઓમા સામાન્ય રીતે જોવા મળતી સમસ્યા પશુઓમાં પશુનું વાંઝીયાપણું , કુપોષણ અને અપૂરતા મિનરલનો અભાવ, લાંબા ગાળે ભેંસ અને ગાયના ગર્ભનો અપૂરતો વિકાસ જેના કારણે તે પોતાના બચ્ચાંને જન્મ આપવામાં મુશ્કેલી થવી, વગેરે જેવી સમસ્યાનો નિકાલ થાય ઈ આશય થી જિલ્લા પશુ-પાલન વિભાગ અને GVK EMRIના ફરતા પશુ દવાખાનાના વેટરનરી ડોક્ટર ભેગા મળીને દરેક ગામે જઈને આવી ભેંસ અને ગાય વર્ગના દરેક પશુઓ જેને વિયાણ મા સમસ્યા થતી હોય તેના માટે FIP (Fertility Improvement Program) કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં GVK EMRIના ફરતા પશુ દવાખાનાના ડૉકટરની ટીમ દ્વારા કુલ મળીને ૪૦૦ થી વધુ પશુઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી અને વેટર્નરી ડૉક્ટર દ્વારા પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન અને નિઃશુલ્ક તપાસ પણ કરવામાં આવી હતી.
ગાય કે ભેંશ વિયાણમાં આવે તેના માટેના ખાસ સુચનો ફરતા પશુ દવાખાનાના વેટરનરી ડોક્ટર દ્વારા કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા હતા,જેમાં જે પશુઓ વેતરમાં ના આવતા હોય (Anestrus),પશુઓ વેતરમાં આવતા હોય પરંતુ ગાભણ ના રહેતા હોય (Repeat Breeder),પશુ ખાલી છે કે ગાભણ છે તેની તપાસ (Pregnancy Diagnosis), કુપોષણ વાળા પશુઓ કે અપૂરતા મિનરલ મિક્ષરનો અભાગ,બહારના તથા અંદરના પરોપજીવીઓ વિગેરે કેસની દવા કરવામાં આવે છે તેમ જ પશુપાલકને તેના વિશે પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ ફરતા પશુ દવાખાના ના એક્સપર્ટ ડોક્ટરો દ્વારા જે કેમ્પ પણ કરવામાં આવેલ છે જે પશુપાલક ભાઈઓ માટે ખૂબ જ મોટી સેવા છે.
આ કેમ્પ કર્યા પછી લગભગ કેમ્પમાં આવેલ 70% થી વધુ પશુઓ ગાભણ થતા જોવા મળેલ છે જેનો ફાયદો આવનારા સમયમાં દૂધ ઉત્પાદનના વધારા રૂપે પશુપાલક ભાઈઓને મળશે.
આવા કેમ્પ પશુપાલક અને તેના પશુઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે. આ કેમ્પમાં આણંદ જિલ્લાના બધા જ ૦૭ ફરતા પશુ દવાખાનાના વેટરનરી ડોક્ટરની ટીમ જેમાં ર્ડો દિગ્વિજયસિંહ રાઓલજી ,ર્ડો જયનીલ પટેલ, ર્ડો કિશન પટેલ,ર્ડો કૌશા દરજી, ર્ડો કૃપાલી રબારી,ર્ડો વિશાલ ચાવડા,ર્ડો સોનાલી જોશી અને તેમની ટીમ હાજર રહી હતી.

આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા

આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા

આણંદ GVK EMRI ના ફરતા પશુ દવાખાના દ્વારા પશુવાઝિયાપણાના ખાસ કેમ્પ યોજાયા