Close

આણંદ હાડગુડમાં નબળી ગુણવત્તાવાળું રીંગબીમ તોડી પાડવા વાસ્મો દ્વારા ઠેકેદારને આદેશ, ઠેકેદાર પોતાના ખર્ચે ફરી બનાવશે રીંગબીમ

Publish Date : 12/05/2026

પાણીની ટાંકીની કામગીરીમાં પારદર્શિતા જાળવવા ગ્રામજનો અને પાણી સમિતિની પ્રત્યક્ષ હાજરીમાં જ કોંક્રીટ કામ થશે

આણંદ સોમવાર , આણંદ જિલ્લાના આણંદ તાલુકાના આશરે ૧૮,૯૨૧ની વસ્તી ધરાવતા હાડગુડ ગામમાં “જલ જીવન મિશન” કાર્યક્રમ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટે રૂ. ૮૨.૩૭ લાખની યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજનામાં વિવિધ વિસ્તારોમાં આર.સી.સી. ઉંચી ટાંકીઓ જેમાં ધરતીનગર વિસ્તારમાં ૨.૦૦ લાખ લીટર ક્ષમતાની ૧૨ મીટર ઉંચી, આર.ઓ. પ્લાન્ટ વિસ્તારમાં ૨.૫૦ લાખ લીટરની ૧૨ મીટર ઉંચી અને ભોઈનાકા વિસ્તારમાં ૧.૦૦ લાખ લીટર ક્ષમતાની ૧૨ મીટર ઉંચી ટાંકીઓ, કનેક્ટિંગ પાઈપલાઈન અને પમ્પ હાઉસ જેવા કામોનો સમાવેશ થાય છે. પાણી સમિતિ દ્વારા એજન્સીને વર્કઓર્ડર આપ્યા બાદ ત્રણેય ટાંકીઓની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ ટાંકીની કામગીરી ટેન્ડરના નિયમો અનુસાર અને યોગ્ય ગુણવતા મુજબ ટાંકીની કામગીરીમાં વપરાતા મટીરીયલનું ટેસ્ટીંગ, જરૂરી મિક્ષ ડીઝાઇન અને વખતોવખત ક્યુબ ટેસ્ટ કરવામાં આવે છે. ટાંકીની કામગીરીનું વાસ્મો કચેરી તથા પાણી સમિતિ દ્વારા નિયમીત મોનીટરીંગ કરવામાં આવે છે. હાલમાં ગામમાં ચાલી રહેલી એક ટાંકીના રીંગબીમની કોંક્રીટ સ્ટ્રેન્થ નબળી હોવા બાબતે ગ્રામજનો દ્વારા રજૂઆત અને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ, પાણી સમિતિ અને વિભાગ દ્વારા ગુણવત્તામાં કોઈ બાંધછોડ ન કરવાની નીતિ અપનાવી ઠેકેદારને સદર રીંગબીમ તોડીને ફરીથી ભરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને ઠેકેદાર દ્રારા પોતાના ખર્ચે અને જોખમે સદર ટાંકીનો રીંગબીમ તોડવાની કામગીરી ચાલુ કરી દેવામા આવી છે. વધુમાં, હવે પછીની કોંક્રીટ કામગીરી પંચાયત અને પાણી સમિતિના સભ્યો તેમજ અગ્રણીઓની હાજરીમાં જ થાય તે માટે પાણી સમિતિ દ્વારા એજન્સીને લેખિત સૂચના આપી જરૂરી ઠરાવ કરવામાં આવ્યો છે. હાલ ભોઈનાકા વિસ્તારમાં ૧.૦૦ લાખ લીટરની ટાંકીનું કામ સ્ટીલ ચેકિંગ અને સભ્યોની પ્રત્યક્ષ હાજરીમાં જ આગળ વધારવામાં આવી રહ્યું છે.આમ, લોકોની રજૂઆતને ધ્યાને લઈ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે નબળું કામ તોડાવવાની લેવાયેલી કાર્યવાહી ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટમાં હજુ સુધી માત્ર ૧૨ મીટરની ઉંચાઈ સુધીની કામગીરીનું જ ચુકવણું કરવામાં આવ્યું હોવાથી, વધુ ચુકવણી અથવા સરકારી ગ્રાન્ટના દુરુપયોગનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમ યુનિટ મેનેજર, વાસ્મો-આણંદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.