Close

આણંદ સર્કિટ હાઉસ રોડ ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવામાં આવશે

Publish Date : 06/12/2025

આ રસ્તો તા.06 ફેબ્રુઆરી 2026 સુધી સંપૂર્ણ બંધ રહેશે

નગરજનોને સહકાર આપવા અનુરોધ

અવરજવર માટે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ

આણંદ, શુક્રવાર: આણંદ શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ત્રિભુવન દાસ પટેલ માર્ગને (સર્કિટ હાઉસ રોડ) ને વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવા આ રોડને તોડી નવીન વ્હાઇટ ટોપિંગ રોડ તરીકે ડેવલોપ કરવા રોડનું આયોજન કરેલ હોય વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની હોય આ રસ્તો આગામી તા.૦૬/૦૨/૨૦૨૬ સુધી સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે.

જાહેર જનતાની અવરજવર માટે વૈકલ્પિક વ્યવસ્થા માટે અને ભારે વાહનનોની અવર જવર માટે વ્યાયામ શાળા થી ઉત્સવ પાર્ટી પ્લોટ થઈ શાસ્ત્રી મેદાન ચોકડી થઈ ગુરુધ્વારા સર્કલ સુધીના રસ્તાનો ઉપયોગ કરી શકશે તથા  ગણેશ ચોકડી થી અમુલ ડેરી થઈ ગુરુધ્વારા સર્કલ થઈ શાસ્ત્રી મેદાન તરફ જવાના રસ્તાનો ઉપયોગ કરવા કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને જણાવવામાં આવ્યું છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી આ કામગીરીમાં સહકાર આપવા માટે જાહેર જનતાને નાયબ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અપીલ કરવામાં આવી છે.