Close

આણંદ શહેર અને તાલુકાના વિધવા અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી

Publish Date : 02/06/2026

મામલતદાર કચેરી આણંદ શહેર ખાતે હયાતીની ખરાઈ કરાઈ શકાશે

તા.05 જૂનના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 02 ખાતે ખાસ કેમ્પ યોજાશે

આણંદ, સોમવાર, રાજ્ય સરકારની વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. લાભાર્થીઓને એક સ્થળે હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા મળી રહે તેવા હેતુથી આણંદ શહેરમાં આગામી તા.05 જૂનના રોજ નગર પ્રાથમિક શાળા નંબર 02, ટાઉનહોલ પાસે, રણછોડજી મંદિરની બાજુમાં, આણંદ ખાતે સવારે 10:00 કલાક થી બપોર બાદ 16-00 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં લાભાર્થીઓએ આધાર કાર્ડ અને પોતાના મોબાઈલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે, આણંદ શહેર અને તાલુકાના ગંગાસ્વરૂપ આર્થિક સહાય એટલે કે વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓને હયાતીની ખરાઈ કરાવવા માટે આ કેમ્પનો લાભ લેવા મામલતદાર આણંદ શહેર દ્વારા જણાવવામાં આવ્યું છે.