Close

આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

Publish Date : 19/06/2025

આંગણવાડીમાં આવતાં ભૂલકાઓની સંભાળમાં પરિવર્તન લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું.

નવીન ટેકનોલોજી સાથે બાળકોનું ભણતર અને ઘડતર થાય તે જરૂરી.

આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે આંગણવાડીઓને સ્માર્ટ બનાવવા અંગે કરી હતી રજૂઆત.

આણંદ, મંગળવાર: આણંદ મહાનગરપાલિકાના દ્વારા આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કરમસદ, ગામડી, આણંદ શહેર, મોગરી, લાભવેલ અને જીટોડીયા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવામાં આવી રહી છે, જે કામગીરી પૂર્ણતાના આરે છે.

આણંદ મહાનગરપાલિકા બન્યા બાદ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ૨૦ જેટલી આંગણવાડીઓને આવરી લઈને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી રહી છે, જે કામ પૂર્ણ થવામાં છે.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રથમ તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ આંગણવાડી બનાવવા બદલ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભૂલકાઓને સારી સુવિધા મળશે, બેસવાનું ગમશે, રમવાનું ગમશે, શીખવાનું ગમશે, જે આજના સમયની જરૂરિયાત છે.

ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે હાથ ધરવામાં આવેલ આ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં કરમસદ વિસ્તારના દેવરાજપુરા, માટેશ્વરી, સરદાર આવાસ, ગણેશ સોસાયટી અને ઈ.નગરી મળી કુલ પાંચ વિસ્તારની આંગણવાડીઓને, ગામડી વિસ્તારના માટેશ્વરી, સરદાર આવાસ અને ખ્રિસ્તીવાસની મળી કુલ ૦૩ આંગણવાડીઓને, આણંદ શહેરી વિસ્તારમાં ગોયભાગોળ-૧, ગોયભાગોળ-૨ અને રામપુરા વિસ્તારની મળીને કુલ ૦૩ આંગણવાડીઓને, મોગરી વિસ્તારમાં માનપુરા, શિવનગર અને મફતપુરા વિસ્તારની મળીને કુલ ૦૩ આંગણવાડીઓને, લાભવેલ વિસ્તારમાં  હનુમાનપુરા, કુવાવાળું ફળીયુ અને વડતાલ ફળિયા વિસ્તારની મળીને કુલ ૦૩ આંગણવાડીઓને તેમજ જીટોડીયા વિસ્તારમાં જૂની મેડી, નાનું અડદ અને નવાપુરા વિસ્તારની મળીને કુલ ૦૩ આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે.

આણંદ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીઓને સ્માર્ટ આંગણવાડી બનાવવાના આ પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં આંગણવાડીઓને અમૃત આંગણવાડી એટલે કે સ્માર્ટ બનાવવામાં આવી છે, જેના માધ્યમથી બાળ સંભાળમાં પરિવર્તન લાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આંગણવાડીઓ સ્માર્ટ બનાવવાથી આંગણવાડી કેન્દ્ર ખાતે ડિજિટલ ઢાંચાગત સુવિધાઓ આધુનિક શિક્ષણ સાધનો સાથે સજ્જ કરવામાં આવશે જે ૦૬ વર્ષથી નાની ઉંમરના બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.

અમૃત આંગણવાડીના મુખ્ય પાયાની વાત કરીએ તો, ડિજિટલ શિક્ષણ સાધનો એટલે કે ટેબલેટ, સ્માર્ટ ટીવી અને ઇન્ટરએક્ટિવ લર્નિંગ એપ્લિકેશન્સ દ્વારા શિક્ષણ વધુ આકર્ષક અને રસપ્રદ બનાવવામાં આવશે. આંગણવાડીમાં રંગકામ, બાળ મિત્ર, શૌચાલય, સલામત પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છ રસોડાથી સજ્જ કેન્દ્રો બનાવાયા છે. બાળકોના પોષણ અને વિકાસની સતત દેખરેખ માટે ડિજિટલ હેલ્થ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે આ ઉપરાંત આંગણવાડી કર્મચારીઓ માટે ડિજિટલ સાક્ષરતા અને ક્ષમતા વિકાસ માટે તાલીમ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે.

આણંદ મહાનગરપાલિકા વિસ્તારના ભવિષ્યની પેઢી સમા ભૂલકાઓમાં જ્ઞાનની સાથે તેમના આરોગ્યનું ઘડતર થાય તે માટે આ કેન્દ્રોના માધ્યમથી શ્રેષ્ઠ પોષણ અને શિક્ષણ માટે આંગણવાડીઓના મહિલા કર્મીઓ અને ફ્રન્ટ લાઈન કાર્યકર્તાઓને પણ ટેકનોલોજીથી સશકત બનાવાશે.

આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે 3

આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે 2

આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે 1

આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે

આણંદ મહાનગરપાલિકા સંચાલિત ૨૦ આંગણવાડીઓને સ્માર્ટ/અમૃત આંગણવાડી બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે 4