આણંદ તાલુકામાં ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’
Publish Date : 23/06/2026
ગાંધીનગરના સંયુક્ત સચિવ શ્રીમતી અંજનાબેન રાઠોડના અધ્યક્ષસ્થાને આણંદના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં યોજાશે પ્રવેશોત્સવ
તારીખ 23 જૂન ના રોજ વાંસખેલીયા, નાવલી અને સરદાર પટેલ હાઇસ્કુલ ખેતીવાડી ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે
તારીખ 24 જૂન ના રોજ ગામડી કન્યાશાળા, વઘાસી હાઇસ્કુલ અને વિમલ મીડિયમ હાઇસ્કુલ ગામડી ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાશે
આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સ્તરને સુદ્રઢ બનાવવા અને બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવવા માટે વર્ષ ૨૦૨૬-૨૭ના ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ’નું આણંદ તાલુકામાં આયોજન કરવામાં આવ્યું છે.
તા.૨૩ અને ૨૪ જૂનના રોજ આ વિશેષ અભિયાનનું નેતૃત્વ ગાંધીનગરના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત સચિવ શ્રીમતી અંજના કે. રાઠોડ દ્વારા કરવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત બાલવાટિકાથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીના વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ અપાવી શિક્ષણની મુખ્યધારામાં જોડવાનો રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
કાર્યક્રમની વિગતો અનુસાર, ૨૩મી જૂનના રોજ સવારના 8-00 કલાકે વાંસખીલીયા પ્રાથમિક શાળાથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે, ત્યારબાદ સવારે 10:00 કલાકે નાવલીની બી.એન. પટેલ હાઈસ્કૂલ અને ત્યારબાદ બપોરે 12-00 કલાકે આણંદની સરદાર પટેલ હાઈસ્કૂલ (ખેતીવાડી) ખાતે શૈક્ષણિક કાર્યક્રમો યોજાશે.
મહોત્સવના બીજા દિવસે એટલે કે ૨૪મી જૂને આણંદ તાલુકાની ગામડી કન્યા પ્રાથમિક શાળા ખાતે સવારે 8-00 કલાકે, ત્યારબાદ સવારે 10:00 કલાકે વઘાસીની સી.કે. પટેલ હાઈસ્કૂલ અને બપોરે 12:00 કલાકેનગામડીની વિમલ મરિયમ હાઈસ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં બાલવાટિકા તેમજ ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના નામાંકન પર વિશેષ ભાર મૂકવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા આ મહોત્સવને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.