આણંદ ડિવિઝનની પોસ્ટ ઓફિસ ખાતે
Publish Date : 08/08/2025
તા.૧૦-૦૮-૨૦૨૫ થી ૨૫-૦૮-૨૦૨૫ દરમિયાન ‘ડાક ચૌપાલ યોજાશે
પોસ્ટ ઓફિસ ની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવશે
આણંદ, શુક્રવાર: ધી ચીફ પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલ, અમદાવાદ અને ધી પોસ્ટ માસ્ટર જનરલ, વડોદરા રીજીયનના માર્ગદર્શન હેઠળ આણંદ પોસ્ટલ ડિવિઝન દ્વારા ૧૫ મી ઓગસ્ટ, સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ઉપક્રમે આણંદ ડિવિઝનની દરેક પોસ્ટ ઓફિસ, હેડ પોસ્ટ ઓફીસ, સબ પોસ્ટ ઓફિસ અને બ્રાંચ પોસ્ટ ઓફિસ ખાતે જાહેર જનતાના લાભાર્થે તા.૧૦-૦૮-૨૦૨૫ થી ૨૫-૦૮-૨૦૨૫ દરમિયાન કચેરી સમય દરમિયાન સવારે ૧૦-૦૦ કલાકથી “ડાક ચૌપાલ” નુ આયોજન કરવામાં આવ્યુ છે.
ડાક ચૌપાલ- એટલે પોસ્ટ ઓફિસની નાની બચત યોજના, વિવિધ પોસ્ટલ વીમાની યોજના, વિવિધ સામાન્ય વીમો/ અકસ્માત વીમા યોજના, સામાજિક જવાબદારી ની યોજના (PMSBY/PMJJBY/APY), આધાર કાર્ડ અદ્યતન સેવાઓ, India Post Payments Bank ની વિવિધ સેવાઓ, પોસ્ટ ઓફિસના ઓનલાઈન ખાતાકીય વ્યવહાર કઈ રીતે કરવા તે અંગેની વિગતવાર માહિતી “ડાક ચૌપાલ”મા આપવામાં આવશે.
“ડાક ચૌપાલ” ના આયોજન નો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોની વચ્ચે જઈ પોસ્ટ ઓફિસ ની રોકાણ સંબંધિત વિવિધ યોજનાઓ અને અદ્યતન સેવાઓ વિશે માહિતગાર કરવાનો છે.
આ કાર્યક્રમ અંતર્ગત આણંદ ડિવિઝનની આણંદ હેડ પોસ્ટ ઓફિસ ૦૧, સબ પોસ્ટ ઓફિસ ૪૪, બ્રાન્ચ પોસ્ટ ઓફિસ ૧૮૪ મળીને કુલ ૨૨૯ પોસ્ટ ઓફિસ ખાતે “ડાક ચૌપાલ” યોજાશે.
આણંદ જિલ્લાના નગરજનોને આ ડાક ચોપાલ નો લાભ લેવા માટે આણંદ ડિવિઝનના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ, એ. જે. પરમાર દ્વારા જણાવાયું છે.