Close

આણંદ ડિવિઝનના પોલીસ મથકો ખાતે જમા વાહનો માટે હકદાવો હોય તો દિન 07 મા જરૂરી આધાર પુરાવા રજૂ કરવા

Publish Date : 25/03/2026

આણંદ,મંગળવાર આણંદ ડિવિઝન હસ્તકના વિવિધ પોલીસ મથકો આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિદ્યાનગર, વાસદ, ખંભોળજ, ઉમરેઠ અને ભાલેજ પોલીસ સ્ટેશન ખાતે તપાસના કામે, ગુનાના કામે, એમ.વી. એક્ટ હેઠળ કે બિનવારસી હાલતમાં કબજે કરાયેલ વાહનોના કિસ્સામાં માલિકોને પોતાના વાહનો જરૂરી આધાર પુરાવા રજૂ કરી દિન 07 સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂમાં સંપર્ક કરવા માટે વિભાગીય પોલીસ અધિકારી શ્રી જે એન. પંચાલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુમાં તેમના જણાવ્યા મુજબ પોલીસ સ્ટેશન ખાતે જમા વાહનો અંગેની માહિતી આણંદ પોલીસ અધિક્ષકશ્રીની વેબસાઇટ https://spanand.gujarat.gov.in/spanand/default.aspx પર, જન સેવા કેન્દ્રમાં વાહનોનું પત્રક મૂકવામાં આવ્યું છે તથા જે કિસ્સાઓમાં કોર્ટમાં કેસ પેન્ડિંગ છે અથવા વાહન ચોરીના ગુનામાં જપ્ત થયેલ છે, તેવા વાહન માલિકોએ વાહન છોડાવવા માટે અધિકારક્ષેત્ર ધરાવતી અદાલતમાંથી જરૂરી આદેશ મેળવી વાહનનો કબજો લેવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અને પોલીસ સ્ટેશન ખાતે જપ્ત વાહનો સંબંધે જો કોઈ વ્યક્તિ, કંપની કે સંસ્થા આ વાહનો પર પોતાનો માલિકી હક ધરાવતા હોય, તો તેઓએ  જરૂરી આધાર-પુરાવા સાથે દિન-૦૭ માં સંબંધિત પોલીસ સ્ટેશનનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે.

વિભાગીય પોલીસ અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ નિયત સમયમર્યાદામાં જરૂરી આધાર સાથે હક દાવો કરવામાં નહીં આવે તો ત્યારબાદ કોઈ રજૂઆત ગ્રાહય રાખવામાં આવશે નહીં અને વાહનોની હરાજી કરી નિકાલ કરવામાં આવશે તેમ વધુમાં જણાવવામાં આવ્યુ છે.