Close

આણંદ જિલ્લા પંચાયતની ૨૭-પાળજ બેઠકની પેટા ચૂંટણી

Publish Date : 24/07/2026

કર્મચારીઓ/કામદારો મતદાન કરી શકે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીએ કર્યો આદેશ

તા.૨૮ જુલાઈના રોજ ૨૭-પાળજ મતદાર મંડળની પેટા ચૂંટણી અન્વયે કર્મચારીઓ-કામદારોને મતદાન માટે ૩ કલાકની ખાસ રજા અથવા અવેજી રજા આપવા આદેશ

આણંદ, ગુરૂવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આણંદ જિલ્લા પંચાયતની ૨૭-પાળજ મતદાર મંડળની પેટા ચૂંટણી તા.૨૮/૦૭/૨૦૨૬ ને મંગળવારના રોજ યોજવાનું જાહેર થયેલ છે.

શ્રમ નિયામકશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા દુકાન અથવા સંસ્થામાં નોકરી કરતા કર્મચારી/કામદાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે. મતદાન દિવસ તા.૨૮/૦૭/૨૦૨૬ ના રોજ મંગળવારના  દિવસે રાજ્ય સરકારની તેમજ કેન્દ્ર સરકારની કચેરીઓ, ખાનગી સંસ્થાઓ, દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલો, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેક્ટરીઓ, અન્ય સંસ્થાઓ/કચેરીઓનો કારોબાર ચાલુ હોય છે. આ સંજોગોમાં આવી કચેરીઓ/સંસ્થાઓના કર્મચારીઓ/કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે તા.૨૮/૦૭/૨૦૨૬ ને મંગળવારના દિવસે આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહે છે.

જેને ધ્યાને લઈને આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાની કચેરીઓ/ સંસ્થાઓના કર્મચારીઓ/ કામદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે મતદાન તા.૨૮/૦૭/૨૦૨૬ ને મંગળવારના દિવસે આણંદ જિલ્લા પંચાયતની ૨૭-પાળજ મતદાર મંડળની પેટા ચૂંટણી હેઠળના સમગ્ર વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે.

આ આદેશ અનુસાર  કર્મચારીઓ/કામદારોને મતદાન માટે વારાફરતી ૩-કલાકની ખાસ રજા આપવા અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજીમાં/બદલીમાં મંગળવારને તા.૨૮/૦૭/૨૦૨૬ (મતદાન) ના દિવસે રજા આપવા હુકમ કર્યો છે.