આણંદ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ હસ્તક કરવામાં આવતા બાંધકામમાં ઉપયોગ થનાર મટીરીયલનું પરીક્ષણ લેબોરેટરી મારફતે થાય છે – કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ
Publish Date : 03/03/2026
આણંદ, મંગળવાર: જિલ્લા પંચાયત આણંદ ના સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના હસ્તક બાંધકામ અંગેની જિલ્લામાં કરવામાં આવતી કોઈપણ કામગીરી માટે કામ શરૂ કરતા પહેલા કામમાં ઉપયોગ થનાર મટીરીયલ નું પરીક્ષણ લેબોરેટરી મારફતે કરવામાં આવે છે અને જે તે મટીરીયલ યોગ્ય ગુણવત્તા વાળું જણાય પછી જ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે કાસોર ગામના તળાવ ઉપર સંરક્ષણ દિવાલની કામગીરી માં વાપરવામાં આવેલ રેતી ગુણવત્તા પરીક્ષણ દરમિયાન યોગ્ય જણાઈ આવેલ છે અને દિવાલની કામગીરીમાં ઉપયોગમાં લેવાયેલ સામગ્રીનું નિયમોનુંસાર યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરાવેલ છે. આ ઉપરાંત મિશ્રણના કયુબના પણ લેબોરેટરીમાં પરીક્ષણ કરાવવામાં આવેલ છે. આમ તેમના હસ્તક કાસોર ગામ ના તળાવ સંરક્ષણ દિવાલની કામગીરીમાં વપરાયેલ સામગ્રી લેબોરેટરી માંથી યોગ્ય પરીક્ષણ બાદ ઉપયોગમાં લેવાઈ છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું છે.